BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી ભાઈ–બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો. તથા ભાઈઓએ શાળા તરફથી આપવામાં આવે ચોપડા બહેનોને ભેંટરૂપે અર્પણ કરી બહેનોના ઉચ્ચત્તમ અભ્યાસ માટે મનોકામના વ્યક્ત કરી હતી. આ સાથે શાળાની બાલિકાઓ દ્વારા રક્ષાબંધન પર્વને ઉજાગર કરતું સુંદર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને બ્રહ્માકુમારી ના બહેનશ્રી અલકાબેન દ્વારા રક્ષાબંધન તહેવાર તથા ભાઈ–બહેનના પવિત્ર સંબંધ વિશે આધ્યાત્મિક અને માનવીય મૂલ્યો સદ્રષ્ટાંત ઉજાગર કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી રક્ષાબંધન પર્વનું સુંદર આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!