CHANASMAGUJARATHARIJPATANPATAN CITY / TALUKORADHANPURSAMISANKHESWARSARASVATISIDHPUR

સરકારી બાળગૃહ પાટણના બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

*સરકારી બાળગૃહ પાટણના બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી*

 

રક્ષાબંધન એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈને કુમકુમ તિલક કરી કાંડા પર રાખડી બાંધી મીઠાઈ ખવડાવે છે. ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આમ આખા ભારતમાં રાખડીનો તહેવાર ખુબ જ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને આજરોજ પાટણ જિલ્લામાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં 7 થી 18 વર્ષના કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને આશ્રય આપવામાં આવે છે. આજરોજ આયોજીત રક્ષાબંધન પર્વની ઉજવણી દરમિયાન બહેનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી કાંડા પર રાખડી બાધી મીઠાઈ ખવડાવી અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. સૌએ સાથે મળી મીઠાઈ અને ફરસાણનો નાસ્તો કર્યો હતો. બાળકોમાં ખુબ જ હર્ષોલ્લાસ અને પારીવારીક ભાવના જોવા મળી હતી.
જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી, તથા સભ્યશ્રીઓ, સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તથા બાળગૃહના અધિક્ષકશ્રી તેમજ સ્ટાફ અને વ્હાલા બાળકો હાજર રહ્યા હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા ,પાટણ

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!