GUJARATKUTCHNAKHATRANA

નખત્રાણામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત રાશન કીટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા-૨૩ જૂન : નખત્રાણા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર એ.કે.પ્રસાદના માર્ગદર્શન હેઠળ આશાપુરા ફાઉન્ડેશન ભુજ દ્વારા “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી આવેલ ટીબીના દર્દીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્ય્રકમને સફળ બનાવવા માટે આરોગ્ય કચેરી નખત્રાણાના વહીવટી અધિકારી શ્રી હિતેશભાઈ જોશી, એસ.ટી.એસ નખત્રાણા શ્રી જયેશભાઈ વણકર અને એસ.ટી.એલ.એસ. નખત્રાણા શ્રી હર્ષજીતસિંહ જાડેજા દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી. આ દરમિયાન આશાપુરા ફાઉન્ડેશન ભુજના કર્મચારી વંદનાબેન ગોસ્વામી અને હીનાબેન હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!