વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ ફેબ્રુઆરી : માંડવી તાલુકાના નાનકડા એવાં નાની વિરાણી ગામના ગીતાબેન અને રાયશીભાઈ મહેશ્વરી ના દિકરા એવા રવિ રાયશીભાઈ મહેશ્વરી જેનું કોરોના કાળમાં અભ્યાસ છૂટી ગયું હતું. તેથી ૩ થી ૪ વર્ષ સુધી કામ કર્યું. રવિ હંમેશા બાબા સાહેબ આંબેડકર ના વિચારોનું ચુસ્તપણે પાલન કરતો હોવાથી પોતાનું અભ્યાસ શૂન્ય થી શરૂ કરવા અમદાવાદની નામદાર શાંતમ નર્સિંગ કોલેજમાં પ્રવેશ મેળવે છે.રવિ નાનપણથી જ ચિત્રકામમાં સારું હુનર ધરાવે છે.આમ પોતાને પગભર કરી શકે તેથી અભ્યાસની સાથે સાથે ચિત્રો પણ બનાવતો આવે છે, ત્યારબાદ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા લેવાય છે જેમાં કોલેજમાંથી પ્રથમ ક્રમાંક મેળવી પોતાના માતાપિતા તેમજ મહેશ્વરી સમાજનું ગૌરવ વધાવે છે.
રવિ જણાવે છે કે “મહેનતનું બીજું કોઈ વિકલ્પ નથી જેથી એકધારી મહેનત જ તમને આગળ લાવી શકે.”