ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના લાલપુર (કુણોલ ) ગામે કાચું મકાન થયું ધરાશય, મોટી દુર્ઘટના ટળી,35 વર્ષથી કાચા મકામમાં જ રહેતો હતો પરિવાર 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજના લાલપુર (કુણોલ ) ગામે કાચું મકાન થયું ધરાશય, મોટી દુર્ઘટના ટળી,35 વર્ષથી કાચા મકામમાં જ રહેતો હતો પરિવાર

હાલ અરવલ્લી જિલ્લામાં મેઘો મુશરધાર વરસી રહયો છે સાથે વિવિધ જગાએ પાણી ભરાતા હોય છે જેને લઇ કેટલીક આકસ્મિક ઘટનાઓ પણ બનતી હોય છે બીજી તરફ કેટલીક વાર કાચા મકાનો ધરાશય થયાની પણ ઘટનાઓ બનતી હોય છે આવીજ એક ઘટના બની છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ લાલપુર ગામે જ્યાં એક કાચું મકાન ધરાશય થયું હતું

મેઘરજ ના લાલપુર (કુણોલ) ગામે : અજીતસિંહ છત્રસિંહ રાઠોડ તેમજ મખુસિંહ છત્રસિંહ રાઠોડ નું કાચું મકાન ધરાશય થયું હતું જેમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે કાચા મકાનમાં ભેજ લાગતા માટીનું મકાન ધરાશય થયું હતું જેને લઇ ઘર માલિકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે મકાન ધરાશય થતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ હાલ ઘર માલિકના ઘરો ધરાશય થતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર આ બાબતે ધ્યાન દોરી કંઈક સહાય ચુકવે તેવી માંગ સેવાઈ રહી છે. ઘર માલિકે જણાવ્યું હતું કે છેલ્લા 35 વર્ષથી આજ પરિસ્થિતિ માં અમે રહેતા હતા અને વરસાદને કારણે અમારું કાચું મકાન પડી ગયું છે. અમને મકાનો કોઈ લાભ મર્યો નથી તેમ પણ જણાવ્યું હતું હાલ ક્યાં રહેવા જવું તે પણ એક સવાલ છે ત્યારે એક ગરીબ પરિવાર તંત્ર પાસે સહાય માંગી રહ્યો છે કે પાકું મકાન બનાવી આપવામાં આવે

Back to top button
error: Content is protected !!