GUJARATKUTCHMANDAVI

ટુ-વ્હીલર, એલ.એમ.વી.કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો(3-વ્હીલ પેસેન્જર સિવાય) પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ જુલાઈ : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, એલ.એમ.વી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો (3-વ્હીલ પેસેન્જર) સિવાયનામાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું Re-Auction શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૭/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૭/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૭/૦૭/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૦૫/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી થશે.સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્રની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!