BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના પ્રાકડ ગામે નદીમાં તણાઈ ગયેલ વ્યક્તિના પરિવારને ધારાસભ્યના હસ્તે સરકારી સહાયનો ચેક અર્પણ કરાયો 

ઝઘડિયાના પ્રાકડ ગામે નદીમાં તણાઈ ગયેલ વ્યક્તિના પરિવારને ધારાસભ્યના હસ્તે સરકારી સહાયનો ચેક અર્પણ કરાયો

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પ્રાકડ ગામના ગોકુળભાઈ ગંભીરભાઈ વસાવા થોડા દિવસ અગાઉ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ત્યારબાદ નદીમાં શોધખોળ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો નદીમાં તણાઈ જવાથી પ્રાકડ ગામના ગોકુળભાઈ ગંભીરભાઈ વસાવાનું મોત થતા સરકાર તરફથી તેઓના પરિવાર માટે સહાય મંજૂર કરવામાં આવી હતી આ સહાયનો રૂપિયા ૪ લાખનો ચેક ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે તેઓના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સાથે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોનલબેન રાજ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, આગેવાન નરેન્દ્રસિંહ રાજ વિસ્તરણ અધિકારી રવિભાઈ તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!