GUJARATWANKANER

ફુલેત્રા સ્ટીલ એલએલપી પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી રદ કરવા બાબત કણકોટ ગામ લોકોની રજુઆત

કણકોટ ગામ લોકોને પ્રદુષણ મુક્ત કરવા તંત્ર ને અપીલ;તંત્ર ન્યાય નહિ કરે તો NGT માં ચેલેન્જ કરશું;પ્રદુષણ ફેલાશે તો ગામ લોકો આવનારી પેઢી રોગી બનશે!

સવિનય ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે કણકોટ ગ્રામજનો દ્વારા તા.૧૧/૦૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ સાંજના ૪:૦૦ વાગે કણકોટ મુકામે ગ્રામસભા બોલાવવામાં આવી હતી જે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ છે કે કણકોટ ગામની ગૌચરમાંથી ફુલેત્રા સ્ટીલ એલએલપી અને સફર ઇકોપેટ દ્વારા જે ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે તેને દિન-૦૭ માં બંધ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે તેવો ઠરાવ ગ્રામસભામાં પસાર કરવામાં આવેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી કંપની સર્વે નંબર 35/P1, 35/P5, 35/P6, 35/P7, 37/P2, 37/P3,Pl, 37/P3, P2, 38/P1, 38/P3, 38/P2 વાળી કૂલ 7.49 હેકટર જમીન પર મેટાલર્જિકલ સ્ટીલ પ્લાન્ટ ઊભો કરેલ છે, સદર ઔધોગિક એકમ કે જેમાં સ્પોન્જ આયર્ન ૧,૮૦,૦૦૦ ટન પ્રતિ વર્ષ બનશે. જે માટે 200 ટન અને 350 ટન પ્રતિ કલાક ઉત્પાદન કરતી બે ભઠ્ઠીઓ બનશે. ૨,૧૬,૦૦૦ ટન પ્રતિ વર્ષ ટીએમટી સ્ટીલ, ઈંડકશન ભઠ્ઠી 15 ટન પ્રતિ કલાકની ચાર નંગ, લેડલ શુધ્ધિકરણ ભઠ્ઠી 15 ટન પ્રતિ કલાકની ક્ષમતાની ચાર ભઠ્ઠીઓ, કોલસા આધારિત કેપ્ટિવ 20 મેગાવોટનો પાવર પ્લાન્ટ દરરોજ ૬૩૦ ટન કોલસો વાપરશે જેના કારણે હવા પાણી અને જમીન પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા છે. સ્ટીલ પ્લાન્ટ માટેની ભઠ્ઠી સતત ૨૪ કલાક કાર્યરત રહેશે જેને કારણે આ વિસ્તારનું તાપમાન વધશે અને કોલસાને કારણે કોલસાની ભૂકી અને ફ્લાય એશના કારણે આજુબાજુના વિસ્તારમાં માનવ સ્વસ્થ, ખેતી અને પશુઓને નુકશાન થશે. આ પ્રોજેક્ટ દ્વારા તો હજી ૧ યુનિટ જ કામ કરવાનું ચાલુ કરેલ છે ત્યાં જ આજુબાજુમાં પ્રદૂષણનું સમ્રાજ્ય ઉભું થયું છે. આ બધા યુનિટો અને કેપ્ટિવ 20 મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુ થયા પછી આ વિસ્તારમાં પ્રદૂષણ ના કારણે અમારું આરોગ્ય, ખેતી અને પશુપાલન પર ખુબ જ વિકટ પરિસ્થિતિ આવે તેમ છે.
આ સ્ટીલ પ્લાન્ટમાં ૩,૯૬૬ ઘન મીટર પ્રતિ દિન પાણીની જરૂર પડશે, જે તેમના રીપોર્ટ પ્રમાણે નર્મદા કેનાલમાંથી લેવાનું હતું તેના બદલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહેલ છે. તેમજ તેમાંથી ગંદુ પાણી નીકળશે તે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જો આ પાણી અહી નીકળશે તો તેનાથી સ્થાનિક ખેતી અને ભૂગર્ભ જળ પર વિપરીત અસર પડશે. કંપની પોતાના અહેવાલમાં પાણી સૂકવી દેવાશે અને પાછું વપરાશે એમ બતાવેલ છે. જે ચોમાસમાં શકય નથી. કાળી મેષથી પ્રદૂષિત પાણી પર્યાવરણને નુકશાન થાય. સદર પ્લાન્ટથી આ સ્ટીલ પ્લાન્ટની આજુબાજુ આવેલ અમારી માલિકીની ખેતી લાયક જમીનને અને ખેતીને નુકશાન થયેલ છે, આ વિસ્તારના ખેડૂતો મુખ્ય પાક કપાસ, શાકભાજી, મગફળી, જીરું, ઘઉં, ચણાની ખેતી કરતા હોય જેમાં આ કોલસાની ભૂક્કી અને કોલસાની રાખના કારણે નુકશાન થાય છે અને આ વિસ્તારમાં ભારે હવા, પાણી અને જમીન પ્રદૂષણ થાય છે અને તે અમારા આખા વિસ્તારમાં ફરી વળે છે. સ્ટીલ પ્લાન્ટમાંથી કાળાવાયુઓ અને રજકણો આજુબાજુ પથરાય છે. આવા પ્લાન્ટ ભારે કોલસાનું પણ પ્રદૂષણ ફેલાવે છે. આ પ્લાન્ટના પ્રદૂષણ બાબતે કોઈનું સાંભળતા નથી અને જીપીસીબી એમની સામે હાલે સુધી કોઈ પ્રદૂષણ અટકાવવા કાર્યવાહી કરેલ નથી.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા અમારા કણકોટ ગામની આસપાસનું હવા, પાણી અને જમીન પ્રદૂષણ આખા વિસ્તારમાં ફેલાયેલ છે અને તે અમારા ગામને પણ ભારે નુકશાન અને અસર કરી છે. જેથી 10 કિમી વીસ્તારમાં આવેલ હવા, ભૂગર્ભ જળ, નદી નાળાના પાણીને આ પ્લાન્ટ થકી ભવિષ્યમાં પ્રદૂષણ થશે તેને રોકવા, ખેતીની ફળદ્રુપ જમીન અને પાકને થનાર નુકશાન અટકાવવા, લોકોના આરોગ્ય અને જીવસૃષ્ટિની રક્ષા માટે, રામપરા ઇકો સેન્સિટિવ ઝોન તેમજ રામપર અભ્યારણના રક્ષણ માટે આ સ્ટીલ પ્લાન્ટની પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે. ખેતી આધારિત વિસ્તારમાં આવો પ્રદૂષણ ફેલાવનાર પ્લાન્ટ આવવાથી લોકોની આજીવિકાને પણ નુકશાન થશે.
આ અમારા વિસ્તારમાં ખુબ સારી ખેતી થઇ રહી છે ત્યારે આ પ્રદૂષણ કરતા એકમને ખેતી ન થતી હોય તેવી જગ્યા પર લઇ જવામાં આવે અને માનવ વસાહત ન હોય તેવા વિસ્તારમાં આ એકમની સ્થાપના કરવામાં આવે તેવી ખેડૂતો તરીકે અમારી માંગણી છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા કાયદાનો ઉલ્લઘન કરેલ હોય તેની માહિતી….
પ્લાન્ટ બાંધકામ શરૂ કરતાં પહેલા જ અમારા ગામની ગૌચર જમીનમાંથી માટી ઉપાડેલ અને તેને ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી બદલ દંડ કરવામાં આવેલ હતો.
પર્યાવરણીય મંજૂરી મેળવ્યા પહેલા બાધકામ શરૂ કરી દેવામાં આવેલ હતું તેના કારણે તેને મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ દિલ્હી દ્વારા તેને મંજૂરી પહેલા બાંધકામ કરવા બદલ દંડ કરવામાં આવેલ હતો અને પર્યાવરણીય મંજૂરી મળે નહિ ત્યાં સુધી બાંધકામ રોકવાનું જણાવેલ હતું તેમાં બાંધકામ કરેલ છે.
પર્યાવરણીય મંજૂરી મળે તો તેને જે શરતોને આધીન મંજૂરી મળેલ હોય તે સ્થાનિક લોકોને ખબર પડે તે માટે સ્થાનિક ન્યુઝ પેપરમાં આપવાનું હોય છે પણ આ કંપની દ્વારા આજ સુધી આપવામાં આવેલ નથી.
ગૌચર જમીનમાંથી રસ્તો કે બીજા ઉપયોગ માટે મંજૂરી મેળવ્યા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ પણ આ પ્રોજેક્ટ દ્વારા ગૌચર જમીનને ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ આ ગૌચરમાં રસ્તો બતાવીને બિન ખેતી હુકમ અને લે-આઉટ પ્લાન મંજુર કરાવેલ છે.
બિન ખેતી વિના બાંધકામ કરી શકાય નહિ પણ આ પ્રોજેક્ટના માલિકો દ્વારા અમુક સર્વે નંબરમાં બિન ખેતી કરાવ્યા વિનાના સર્વે નંબરમાં પણ બાંધકામ કરેલ છે, તેને શરત ભંગ કરીને જમીન ખાલસા કરવામાં આવે.
બિન ખેતી થયા પછી નગર નિયોજન દ્વારા મંજુર કરેલ લે-આઉટ પ્લાનની કરતાં વધારે વિસ્તારમાં બાંધકામ કરેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા ખીજડીયા પંચાયત પાસેથી બાંધકામ માટેનું કમ્પ્લીશન સર્ટીફીકેટ લીધા વિના જ આ પ્રોજેક્ટમાં ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવેલ છે, જે પર્યાવરણીય મંજુરીની શરતોનું ભંગ કરેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા બાજુમાં આવેલ આસોઈ નદીને તેના ડ્રાફ્ટ ઈ.આઈ.એ. રિપોર્ટમાં કેનાલ બતાવેલ હતી તેને સૂચન કરેલ હોવા છતાં ફાઈનલ ઈ.આઈ.એ. માં પણ તેને કેનાલ બતાવીને સરકારી વિભાગોને ગેરમાર્ગે દોરેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા રામપરા અભ્યારણ અને રામપરા ઈકોલોજીકલ સેન્સેટીવ એરિયાનું અંતર પણ ખોટું બતાવીને ફોરેસ્ટ વિભાગ પાસેથી અભિપ્રાય લીધેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા બાજુમાં આવેલ ગૌચરમાં રસ્તો અને માટી ઉપડતી વખતે ત્યાં સામાજિક વનીકરણ દ્વારા કરવામાં આવેલ વનીકરણને નષ્ટ કરવામાં આવેલ છે.
ફુલેત્રા સ્ટીલ એલએલપી દ્વારા અત્યાર સુધીના બાંધકામમાં ભૂર્ગભ જળનો ઉપયોગ કરવામાં આવેલ છે, ગુજરાત સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે કોઈ પણ ઉઘોગોને ભૂર્ગભ જળ ઉપયોગ પ્રતિબંધ હોય તેમ છતાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરેલ છે.
નેશનલ ગ્રીન ટીબ્યુનલ (NGT) દ્વારા તેના ચુકાદામાં પેટકોકને આપણા વિસ્તારમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય તેમ છતાં આ કંપની દ્વારા પેટકોક ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે અને કોલ હેન્ડલિંગ ગાઈડ લાઈન ૨૦૧૦ પ્રમાણે કોલસોને હેન્ડલ કરવાનો હોય છે પણ આ કંપની દ્વારા કોઈ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવેલ નથી.
ઉપરોક્ત સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ શરતોનું પાલન થતું ન હોય અમે ગ્રામજનો દ્વારા ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાને લઈને ફુલેત્રા સ્ટીલ એલએલપીને સરકારશ્રીના વિભાગો દ્વારા આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી, બિનખેતી મંજૂરી, લે-આઉટ પ્લાનની મંજૂરી આ બધી મંજૂરીઓ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ગ્રામજનોને પ્રદૂષણ મુક્ત કરશો. આપના વિભાગો દ્વારા યોગ્ય કાર્યવાહી કે પગલાં લેવામાં નિષ્ફળ જશો તો અમારે ના છુટકે આપની વિરુદ્ધ નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં પર્યાવરણીય મંજૂરીને ચેલેન્જ કરવી પડશે, જેની નોઘ લેવા બાબતે ગામ લોકોએ પ્રાંત અધિકારીનેને રજુવાત કરી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!