આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને દેવી નગર નો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ શ્રી એન.પી ધોળું જ્ઞાન તીર્થ વિદ્યાલય દામાવાસ માં યોજાયો .
અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી એનપી ધોળું જ્ઞાન તીર્થ વિદ્યાલય, આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને દેવી નગર નો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ શ્રી એન.પી ધોળું જ્ઞાન તીર્થ વિદ્યાલય દામાવાસ માં યોજાયો .
જેમાં મુખ્ય અધિકારી તરીકે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ ચેરમેન શ્રી હિમાંશુભાઈ નીનામા આવ્યા હતા. તેમની સાથે લાઇઝનીંગ ઓફિસર તરીકે શ્રી પિયુષભાઈ જોશી તથા કમલભાઈ આવ્યા હતા
સભાનું સંચાલન બાળકો દ્વારા તથા શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું
આંગણવાડી બાલવાટીકા ધોરણ એક ધોરણ છ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ ની કીટ દ્વારા આવકારવામાં આવ્યા હતા
શાળાના પ્રમુખશ્રી બચુ બાપા તથા મંત્રી શ્રી ડાહ્યાભાઈ તથા અન્ય કારોબારી ટ્રષ્ટિઓ તથા એસએમસી કમિટના સભ્યો અને ગ્રામજનો સાથે ત્રણેય શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ પ્રવેશોતવ કાર્યક્રમ માં હર્ષ ભેર જોડાયા હતા સરગવાના વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો
કારોબારી સભ્ય શ્રી
બાબુભાઈ પટેલ દ્વારા બુંદી ગાંઠિયાનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો
શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી