SABARKANTHA

સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલાકારો દ્વારા વિકસિત ભારત સંકલ્પપત્રો મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવ્યા.

સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલાકારો દ્વારા વિકસિત ભારત સંકલ્પપત્રો મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવ્યા.
એક કલાકાર 1000 વોટ અપાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે- જનકભાઈ ઠક્કર સંયોજક ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલ
ગામડે ગામડે રામલીલા દ્વારા ભારતીય સંસ્કૃતિને બચાવવાનું જગાવવાનું કામ કલાકારો કરી રહ્યા છે- પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત
હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા આયોજિત કલાકાર સંવાદ- સંમેલન યોજવામાં આવ્યું. બંને જિલ્લાના મોટી સંખ્યામાં ઉપસ્થિત કલાકારોના સંમેલનમાં ભલામોરી રામા.. ભાઈ.. ભાઈના ગાયક અરવિંદભાઈ વેગડાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પ્રદેશ સંસ્કૃતિ સેલના સંયોજક જનક ઠક્કર જણાવ્યું હતું કે આ સંમેલનમાં કલાકારોનો એકબીજા સાથે પરિચય થાય તે દષ્ટિથી મેળાવડો રાખવામાં આવ્યો છે. ભારતના વિકાસ માટે શું શું કરવું જોઈએ તે માટે સંકલ્પો પત્રો કલાકારોને આપ્યા હતા. કલાકારોએ પોતાના સૂચનો સાથે આ સંકલ્પ પત્રો ભરીને પાછા આપ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આ સંકલ્પો પહોંચાડવામાં આવશે. એક કલાકાર 1000 વોટ આપાવી શકે તેવી ક્ષમતા ધરાવતો હોય છે. જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેનાએ જણાવ્યું કે કલાકારો નું આર્થિક ઉપાર્જન માટે ભાજપ ચિંતા કરે છે અને તે માટે સરકાર યોગ્ય વિચારણા કરશે. પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિને બચાવવામાં કલાકારોનો મોટો ફાળો રહ્યો છે આજે ગામડાની ભવાઈ રામલીલા વગેરે લુપ્ત થયા છે મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ લુપ્ત નાટ્ય કલાને પુનઃ જાગૃત કરવા સતત પ્રયત્નશીલ છે. આ પહેલાની કોઈ સરકારોએ કલાકારો પ્રત્યે સારું વર્તન કે કદર કરી નથી કે કલાકારો પ્રત્યે હમદર્દી દર્શાવી નથી ભાજપ સરકાર કલાકારોની કલાને જાગૃત રાખી કલાકારોનો માન મોભો જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કર્યા છે. ભાજપ જીલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે તાનારીરી, નરસિંહ મહેતા જેવા કવિઓને યાદ કર્યા હતા અને વડાપ્રધાન શ્રી મન કી બાતમાં ગ્રામ્ય જીવન ઉપર વધારે ધ્યાન આપ્યું છે. આ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર ભીખાજી ઠાકોર, ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા,જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું સ્વાગત પ્રવચન સાબરકાંઠા સાંસ્કૃતિક સેલ સંયોજક પ્રકાશભાઈ વૈદે કર્યું હતું જ્યારે આભાર વિધિ હિંમતનગર શહેર સાંસ્કૃતિક સંયોજક નિરંજન શર્માએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એક્ટર પિયુષ પટેલે અને મહેન્દ્રભાઈ પ્રજાપતિ કર્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સાંસ્કૃતિક સેલ સંયોજક રાજેન્દ્રસિહ ઝાલા, વિષ્ણુભાઈ વૈદ, કર્નલ રાવલ, ગોરા કુંભાર ફિલ્મ કલાકાર ભાવેશ નાયક , રાજુભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અંતમાં અલ્પાહાર અને સ્મૃતિભેટ દ્વારા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!