વાત્સલ્યમ્ સમાચાર
સાબરકાંઠાના હિંમતનગર કાટવાડ પ્રાથમિક શાળા ખાતે વિધ્યાનગરી કોલેજ હિંમતનગર ના વિધાર્થીઓનો N.S.S. કેમ્પ યોજાયો. જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને HWC કાટવાડના કર્મચારીઓ દ્વારા આરોગ્ય જન જાગૃતિ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે , ટોબેકો કંટ્રોલ, માસિક દરમિયાન સ્વચ્છતા, વાહક જન્ય રોગ નિયંત્રણ, નીપી પ્રોગ્રામ, આયુષ્માન ભારત, એન.સી. ડી. કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામા આવી.કોલેજના વિધાર્થીઓએ અને પ્રા. શાળાના ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ, જયંતિ પરમાર