વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠાના કલાકારો દ્વારા જૂની/નવી રંગભૂમિના કલાકારોનું સન્માન કરાયું
******
સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલા જગતમાં વર્ષોથી પોતાની જિંદગી છેવાડાના માનવી સુધી આપણી સંસ્કૃતિ જાળવી પોતાની કલા પ્રસ્તુત કરવા બદલ સાબરકાંઠાના સમગ્ર કલાકારો વતી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જીવનમાં જૂની રંગભૂમિના ૬૦ થી વધુ નાટકો કરનાર દેરોલ ગામના વતની કલાકારશ્રી વિષ્ણુભાઈ નાયક તથા તેમના પરિવારનું સન્માન કરવામં આવ્યું હતું. તેમને સ્ત્રીપાત્ર ભજવી નારી સશક્તિકરણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવી પેઢીના કલાકાર રાજ વ્યાસ તેમજ પી.એમ યુવા મેન્ટોર સ્કિમ વિજેતા લેખિકા શ્વેતા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક વિરાસતને સાચવવા માટે આગામી યુવા પેઢી મોબાઇલ, ટીવી છોડી આપણી વાર્તા અને નાટક જોતા થાય તે મહત્વનું છે.
આ પ્રસંગે સાબર યુવા કેન્દ્રના પ્રમુખ પ્રકાશ વેધ, સાગર અકાદમીના ભરત વ્યાસ, માયામુવી ફિલ્મના નિરંજન શર્મા, શ્રી વિષ્ણુભાઈ વૈદ, કનુભાઈ રાવલ તેમજ કલાક્ષેત્રે રસ ધરાવનાર
જયંતિ પરમાર સાબરકાંઠા