સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
********
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ સંકલન બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન અંગે, ગોરા અને જશાજીની મુવાડી ગામે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવા અંગે અને તેના નિકાલ અંગે, તેમજ થયેલ નુકશાની ની ચુકવણી અંગે પ્રશ્નો રજુ કર્યા હતા.
રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ આદિજાતી વિસ્તારનામાં મનરેગાની કામગીરી, સ્વચ્છતા, આંગણવાડી,શાળાના ઓરડા, રોડ રસ્તા, આધાર કાર્ડ, ઇ.કે.વાય.સી.,સ્કોલરશીપ, વનધન કેંદ્ર અને એફ.આર.સી. અંગે પ્રશ્નો રજુ કર્યા હતા.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાએ નેશનલ હાઇવે, સર્વિસ રોડ, ટ્રાફિકની સમસ્યા, નગરપાલીકા વિસ્તારમાં ગટરવ્યવસ્થા, શહેરના રસ્તા, વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના સર્વે જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ આ બેઠકમાં ઇડર વડાલીમાં પાણીની યોજનાઓ , વણજ ડેમ આધારીત યોજના અંતર્ગત તળાવ ભરવા અંગે, સનદો, સપ્તેશ્વર ટુરીઝમ ડેવલોપમેન્ટ , રાણી તળાવ બ્યુટીફિકેશન, ઇડર ખાતે સ્પોર્ટ સંકુલ નિર્માણ તેમજ સહકારી સંસ્થાઓના ઓડીટ અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નો ના જવાબ સમય મર્યાદામાં આપવા ખાસ જોવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વીજય પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, પ્રાયોજના વહિવટદારશ્રી વિશાલ સક્શેના, તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ