શ્રી એસ.એસ મહેતા આર્ટ્સ અને એમ.એમ પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા શ્રીકૃષ્ણ પ્રેમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠિ” યોજાઈ
*******************
ભારતીય સંસ્કૃતિમાં નિરૂપિત જીવન મૂલ્યો અને માનવ અધિકાર અંગે વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન અને સંસ્કૃત ભાષાને આત્મસાત કરવા પ્રોત્સાહિત કર્યા: સંસ્કૃત શ્લોક પ્રાર્થનાનું પઠન કરાવ્યું
***************
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીકૃષ્ણ પ્રેમ સંસ્થા હિંમતનગર તથા શ્રી એસ.એસ મહેતા આર્ટસ અને શ્રી એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે “રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠિ”એક દિવસીય પરિસંવાદને એન.જી ગ્રુપ અને કેળવણી મંડળના પ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ભારતીય સંસ્કૃતિમાં નિરૂપિત જીવન મૂલ્યો અને માનવ અધિકાર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ,પ્રધ્યાપકો,વક્તાઓ,વહીવટી સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ અને સંસ્કૃત શ્લોકોનું કથન,પઠન અને શ્રવણ કર્યું હતું અને મહાનુભાવો દ્વારા સંસ્કૃત વિભાગના હેડ અને વક્તાઓનું શાલ, મોમેન્ટો પુસ્તકો આપી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.ડૉ.ગૌરાંગશરણદેવાચાર્ય “બિંદુમાધવ” દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે વિષેશ રસ દાખવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી ગોપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં ગુરૂકૂળ વિદ્યાઅભ્યાસ દરમિયાન સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત વિષય ભાષાને શીખવવામાં આવતી હતી અને તેના થકી નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો જાણીતી હતી. ભારતીય ગ્રંથોની ઋચા સંસ્કૃત ભાષામાં સમાયેલી છે. ગુરૂકૂળ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સાથે સંસ્કૃત ભણાવાતું હતું જે વિદ્યાર્થીઓ કંઠસ્થ અને કડકડાટ શ્લોક બોલતા હતા. જે સારી અને ઉત્તમ વ્યવસ્થા હતી. કાળક્રમે અંગ્રેજોના આક્રમણે ભાષાને નુકસાન થયું આજે પણ દરેક ભાષાની જનની સંસ્કૃત છે. રામાયણ અને મહાભારતને સમજવા સંસ્કૃત આવશ્યક છે. જેને જીવંત રાખવાના પ્રયાસ સંગોષ્ઠીને આવકારું છું. વિદ્યાર્થીઓ તેમાં રસ અને રુચિ મેળવે તે પણ જરૂરી છે.પ્રાચીન અને વર્તમાન કેળવણીથી વાકેફ થાય તે આજના સમયની માંગ છે.
આ પ્રસંગે શ્રીકૃષ્ણ પ્રેમ સંસ્થાના ડૉ.ગૌરાંગશરણદેવાચાર્ય “બિંદુમાધવ”એ જણાવ્યું હતું કે જાતિવાદને જાકારો આપી લોકોએ પ્રથમ માણસ મનુષ્ય થવું ખૂબ જરૂરી છે. રામાયણ, મહાભારત, ભગવત ગીતામાં પડેલું જ્ઞાન ઉત્તમ અને સર્વ સ્વીકૃત છે. પણ તેના મૂળ સુધી પહોંચવા સંસ્કૃત ભાષા શીખવી જાણવી બોલવી જરૂરી અને આવશ્યક છે. તેના થકી રાષ્ટ્ર નિર્માણ હિંદુસ્તાનને વિશ્વમાં ઉજાગર કરવાની શક્તિ તાકાત પડેલી છે. સંસ્કૃત ભાષાની લાધવ અને કર્ણપ્રિય છે. માનવીના અંતર પટલને ખોલનારી નિકટ લાવવાની ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંસ્કૃતનો અનુવાદ અઘરો છે. પણ તેનો ભાવાનુવાદ કરી શકાય છે. મૂળ સમજ્યા વિના અનુકરણ કરાય છે. તેથી દેશ થોડો પાછાળ છે તેમ મારું માનવું છે. પશ્વિમી સંસ્કૃતિના અનુકરણ કરતા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને અનુસરો વેદ તરફ પાછા વળો જે ઉત્તમ છે તેનો સ્વીકાર કરો તમારી માતૃભાષા સિવાય પણ સંસ્કૃતમાં રસ કેળવો. ઇત્તરપ્રવૃત્તિમાં રસ કેળવો. સંસ્કૃતના માધ્યમથી તમે છવાઈ જશો.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે ભાષા બોલીથી સંવાદ રચવા એક અલગ ભાષા શીખવી જોઈએ. જે પ્રાચીન હોય સંસ્કૃતએ ગુરૂકૂળ અને ગુરુ પરંપરાથી ઉતરી આવતી લય માધુર્ય કલા છે. પંડિતોના પઠન કથન ગાન આજે પણ સૌને કર્ણપ્રિય હોય છે. બોલીએ અભણ માં છે ભાષાએ ભણેલી માં છે. દરેક ભાષાની જનની એટલે સંસ્કૃત ધ્રુવ ધાતુ ઉપરથી ઉતરી આવતી સંસ્કાર સિંચન ભાષા છે.
આ પ્રસંગે સંસ્કૃત વિભાગના હેડ અને પ્રાધ્યાપક શ્રી એ.પી સોલંકીએ રામાયણ મહાભારત વેદ ઉપનિષદ અને ભારતીય ગ્રંથોમાં રામચરિતમાનસ રામાયણમાં કુટુંબ પિતા-પુત્ર.ગુરુ,ભગવાન રામનું કથા દર્શન કરાવી સંસ્કૃત ભાષામાં શ્લોક અને રામાયણ પર ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું. જ્યારે ડૉ.દિશા સાવલાએ વિદ્યાર્થીઓને સંસ્કૃત રાષ્ટ્રીય સંગોષ્ઠી અંગે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ઉત્પલ પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી સેમીનારની રૂપરેખા આપી હતી. પ્રા.રાકેશકુમાર જોષી દ્વારા સંસ્કૃત પ્રાર્થના,પ્રા.વાઘેલા તથા કોલેજના પ્રાધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાગ લેનારને અકાદમી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ,જયંતિ પરમાર