IDARSABARKANTHA

ઈડર શહેરમા ખાનગી લગ્ન પ્રસંગ દરમીયાન જમણવાર માં મહેમાનોને જમ્યા બાદ થયેલ ફૂડ પોઇઝનીગ ને લઇ ઈડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

સાબરકાંઠા…

ઈડર શહેરમા ખાનગી લગ્ન પ્રસંગ દરમીયાન જમણવાર માં મહેમાનોને જમ્યા બાદ થયેલ ફૂડ પોઇઝનીગ ને લઇ ઈડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. ભવાની રસ મલાઈ સામે તસ્ટથ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવા નગર જનોની પ્રાંત અધિકારી ને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી…

સાબરકાંઠા જિલ્લાના ઇડર વલાસણા હાઈવે રોડ પર બે દિવસ અગાઉ એક ખાનગી લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. ત્યારે દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન અવનવી વાનગીઓ સહિત મીઠાઇ અને લિકવિડ પણ લોકોએ મન મૂકી આરોગ્યું હતું. ત્યારે બપોરના સમયે યોજાયેલ લગ્ન પ્રસંગ નાં જમણવાર પછી સાંજના સમયે ઈડર શહેરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હતી. આશરે ૫૦ કરતા પણ વધુ લોકોને ઝાડા-ઉલટી નાના મોટા પુરુષ સ્ત્રી સહિત બાળકોને દવાખાને એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે લગ્ન પ્રસંગ દરમીયાન મહેમાનોને બાસુંદી આરોગયા બાદ ફૂડ પોઈઝનિગ ની ધટના સામે આવી હતી. ત્યારે તિરંગા સર્કલ પાસે મામલતદાર કચેરી સામે કાયદા કાનૂન નેવે મૂકી ધમધમતી ભવાની રસ મલાઈ નામની લારીની મીઠાઈ તેમજ ફરસાણ ને લઇ લોકોના આરોગ્ય સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ લાઇસન્સ વિના ધમધમતી ભવાની રસ મલાઈ નામની લારીમાં હાઈવે રોડ પર ઉભી રહેલી જોવા મળે છે. ત્યારે ઈડર શહેર વરચે થી પ્રસાર થતાં હાઈવે રોડ પર દિવસ રાત દરમીયાન હજારો વાહન પ્રસાર થતાં હોય છે. ત્યારે પ્રદુષણ અને દસ્ટ વરચે કાયદાકાનૂન નેવે મૂકી ધમધમતી ભવાની રસ મલાઈ નામની લારી સામે યોગ્ય તપાસ કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં ને અટકાવવા માટે નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય ન્યાય ની માંગ કરી હતી. ત્યારે ફૂડ પોઇઝનીગ બાબતે કરવામાં આવેલ રજૂઆત ને લઇ ભવાની રસ મલાઈ સામે તપાસ કરી કાયદા નો પાઠ ભણાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…

રિપોર્ટર:- જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!