GUJARATSINORVADODARA

સાધલી ગામે 5 સપ્ટેમ્બરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાનાર હોય શિનોર મામલતદાર .આર એફ ઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આગામી તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને શિનોર મામલતદાર મુકેશ બારીયા તથા શિનોર આર.એફ.ઓ. સહિતની ટીમ દ્વારા સાધલી ગામ ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વધુમાં વધુ ગ્રામજનો જોડાય તે માટે સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કમ ઇન્ચાર્જ સંકેત પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સમગ્ર સાધલી ગામના લોકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 વાગ્યે કરવામાં આવશે અને સવારે 10:00 વાગ્યે કાર્યક્રમનું સમાપન થશે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું સાધલી બનાવવાના સંકલ્પ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.
હેડલાઇન વધુ અસરકારક બનાવો

Back to top button
error: Content is protected !!