સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું
30 સપ્ટેમ્બર સુભાષ વ્યાસ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુર ખાતે શ્રીમતી નિમિષાબેન મોગરાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં બાળકોએ સ્વચ્છતા અંગેના વિવિધ ચિત્ર દોરીને કલર પુરીને ચિત્ર દોરેલા પોસ્ટર તૈયાર કરીને સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કર્યું, આ સ્વચ્છતા અભિયાન રેલીમાં ધોરણ 9 ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંગે લોકોને સજાગ કર્યા સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, મેરેજીંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ, માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ બી પરમાર, માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી નિમિષાબેન કે મોગરાને આ પ્રવૃત્તિનું સંચાલન કરવામાં માટે શુભેચ્છાઓ આપી તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન રેલીમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન આપ્યા.