IDARSABARKANTHA

સાબરકાંઠામાં ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ અપાઇ

સાબરકાંઠામાં ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ અપાઇ

**********

આ તાલીમ લઇ દરેક કિશોરો સુધી સ્વાસ્થ્યનો સંદેશ પહોંચે અને ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સહિયારો પ્રયાસ કરીએ.

– જિલ્લા વિકાસ અધિકારીશ્રી

***********

સાબરકાંઠા હિંમતનગરમાં સ્ટાસ સીટી હોલ ખાતે ગુજરાતના ૧૩ જિલ્લાના શિક્ષકોને માસ્ટર ટ્ર્નર તરીકે આરોગ્ય લક્ષી તાલીમ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. “આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર” તરીકે નિયુક્ત દરેક શાળામાં બે શિક્ષકો, એક પુરુષ અને એક સ્ત્રી, દરેક અઠવાડિયે એક કલાક માટે રસપ્રદ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં આરોગ્ય પ્રમોશન અને રોગ નિવારણ માહિતી ની લેવડદેવડ કરવા માટે તાલીમ આપવામાં આવશે.

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આરકેએસકે પ્રોગ્રામ હેઠળ આયુષ્માન ભારત અંતર્ગત શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારે ૨૦૧૪ માં કિશોરોના સ્વાસ્થ્ય અને વિકાસની જરૂરિયાતોને સર્વગ્રાહી રીતે પ્રતિસાદ આપવા માટે ‘રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RKSK) નામનો વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ, રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિવારક અને પ્રમોટિવ પાસાઓને મજબૂત કરવા અને શાળા કક્ષાએ સંકલિત, પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગામે ગામ આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. ૧૦૮ દ્રારા આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ અપાય છે. શિક્ષકો બાળકોના રોલ મોડલ હોય છે. આ શિક્ષકો કિશોરોને યોગ્ય દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ચીવટવાળા કામો હંમેશા શિક્ષકોને અપાય છે જેમકે ચૂંટણી લક્ષી કામગીરી હોય કે વસ્તી ગણતરી હોય શિક્ષકોએ હર હંમેશા શ્રેષ્ઠ કામગીરી કરી છે.

વધુમાં ઉમેર્યુ કે, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા એક સિક્કાની બે બાજુ જેવી છે. સ્વસ્થ તન તો સ્વસ્થ મન માટે શિક્ષકો દ્વારા આ તાલીમ લઇ દરેક કિશોરો સુધી સ્વાસ્થ્યનો સંદેશ પહોંચે અને ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સહિયારો પ્રયાસ કરીએ.

આ પ્રસંગે યુનિસેફ ગુજરાત ડો. નારાયણે જણાવ્યુ કે, સાબરકાંઠા જિલ્લો ભારતનો બીજો જિલ્લો છે જ્યાં આ તાલીમ યોજાઇ હોય તેથી આ વાત ખુબ જ ગૌરવ લેવા જેવી છે. બાળકો અને કિશોરો માં શારીરિક-માનસિક વિકાસની સાથે સંસ્કારોના સિંચનનું પણ એટલુ જ મહત્વ છે. આ બાળકો ગુજરાતનુ અને ભારતનું ભવિષ્ય છે. તેમને શાળામાં જ દરેક પ્રકારના શિક્ષણ જેવા કે, ટ્રાફિક નિયમોનું શિક્ષણ, જાતીય શિક્ષણ, મોરાલીટીનું શિક્ષણ મળે તે ખૂબ અગત્યનું છે.

યુનિસેફ ઇન્ડિયા ડો. અલીએ જણાવ્યું કે, શિક્ષણ અને આરોગ્ય ના સંયુક્ત ઉપક્ર્મે આ કાર્યક્રમ ચાલે છે. જેના ૧૧ થીમ છે જેમાં શારીરીક, માનસિક વિકાસની સાથે લાગણીશીલ વિકાસ આંતરિક અને આધ્યાત્મિક વિકાસ જેવી બાબતો આવરી લેવાશે.

 

ડો. બીના વડાલીયા (RCC ) જણાવ્યું કે, શાળામાં શિક્ષકો બાળકો સાથે વધુ સમય વિતાવે છે. શિક્ષકોને આપણે ગુરૂ માનીએ છીએ ગુરુનો અર્થ કોઈના જીવનનો અંધકાર દૂર કરી પ્રકાશમાં લાવવા. એડોલેશન- કિશોરાવસ્થાને સારી રીતે સમજીને તેમનામાં સારી ટેવો નું સિંચન થાય તેવા પ્રયત્નો શિક્ષકો એ કરવાના છે.

આ પ્રસંગે આરોગ્ય વિભાગ ગાંધીનગર ડો. સતિષ મકવાણા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજ સુતરીયા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, ગુજરાતના વિવિધ ૧૩ જિલ્લાના શિક્ષકો સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખાના ડૉક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!