વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૭ નવેમ્બર : વર્તમાન સમયમાં ગુજરાતની શાળામાં ધો. ૬ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,નિરોણા મધ્યે સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવેલ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં તરુણ વયની દિકરીઓ સાથે અત્યાચાર, બળાત્કાર અને શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટના રોજીંદી બનતી જોવા મળે છે. આ પ્રકારની ઘટના અટકાવવા મહિલા સ્વ રક્ષણ પૂરૂં પાડવા અને તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલની તેમજ પ્રાથમિક કન્યા શાળાની SPC ની દિકરીઓને સંસ્કાર ફાઉન્ડેશન, ડીસા દ્વારા હાઇસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામા આવેલ હતુ. આ સ્વ રક્ષણની તાલીમ કોચ પૂનમબેન બાગુલ તેમજ મનોજભાઇ રાઠોડ દ્વારા આપવામાં આવેલ હતી. જેમા તરુણ વયની દિકરીઓને શારીરિક, માનસિક સ્વ રક્ષણની સાથે સાથે સોશિયલ મિડીઆના ઉપયોગમાં પણ કઇ રીતે સાવધ અને સાવચેત રહી સ્વ રક્ષણ મેળવી શકાય એની પણ વર્તમાન સમયની માંગ મુજબની તાલીમ આપવામાં આવેલ હતી. નિરોણા કન્યા શાળા SPC ૨૨ કેડેટ્સ તેમજ હાઇસ્કૂલની ધો. ૯ થી ૧૨ ની ૪૦ જેટલી દિકરીઓએ સ્વ-રક્ષણની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળવ્યો હતો. આ તકે હાઇસ્કૂલના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબે સ્વ રક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપેલ હતુ. SPC કોમ્યુનિટી પોલીસ ઓફીસર અલ્પેશભાઇ જાનીએ આ પ્રકારની તાલીમ દિકરીઓમાં આત્મવિશ્વાસ તેમજ હિંમત વધારનારી તથા સંકટ સમયે કોઈપણ પરિસ્થિતિમાં લડી શકનારી સાબિત થશે તેમ જણાવેલ હતુ. આવનારા સમયમાં આ તમામ દિકરીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની તાલીમ પણ યોજવામાં આવશે, એવુ કોચ મનોજભાઇ રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એચ.સી.પરમારનુ માર્ગદર્શન તેમજ ડી.આઇ. કિંજલબેન ચૌધરીનો સાથ સહકાર મળેલ હતો.