વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ:- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-29 નવેમ્બર : હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડેટા મુજબ તમાકુ તેના અડધા વપરાશકર્તાઓને તેની કાર્યકાળની ઉમરમાં જ મારી નાખે છે ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)પ્રમાણે વિશ્વ માં દરરોજ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ બાળકો ધુમ્રપાન કરતાં શીખે છે એમાં ૫૦% બાળકો એશિયાના હોય છે ધુમ્રપાન શરૂ કરવાના અલગ અલગ કારણો હોય છે જેમાં પીયર પ્રેસર, સ્ટ્રેસ,નકારાત્મક રોલ મોડલ અને તમાકુ કંપનીઓની આડકતરી જાહેરતોથી પ્રભાવિતથી થતાં હોય છે.ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે (GYTS) ૨૦૧૯ ગુજરાતની ફૅક્ટશીટ પ્રમાણે ૫.૪ % વિધાર્થીઓ તમાકુ અને તમાકુની બનાવટ ના ઉત્પાદનનો ઉપયોગ કરે છે એમા પણ ૬.૩ % છોકરાઓ અને ૪.૨ % છોકરીઓનું પ્રમાણ જોવા મળે છે તમાકુ છોડવાની વાત કરવામાં આવે તો (GYTS) ૨૦૧૯ ગુજરાત ની ફૅક્ટશીટ પ્રમાણે પાછલા ૧૨ મહિનામાં ૬૩.૦ % વિધાર્થીઓ સ્મોકીંગને છોડવાનો પ્રયત્ન કર્યો છે.મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર,ભારત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન 2.0 અભિયાન અંતર્ગત આરોગ્ય અને શિક્ષણ વિભાગ સાથે રહીને ગુજરાત રાજ્યની તમામ શાળાઓને “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) કરવા સેટકોમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના આરોગ્ય વિભાગના માન.નાયબ નિયામકશ્રી (એપેડેમીક)ર્ડા.જે.એમ.કતીરા સાહેબ, મેડીકલ ઓફિસરશ્રી (NTCP) ર્ડા. વિજય પટેલ અને ફેઇથ ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટરશ્રી સુઝન સેમસન હાજર રહેલ હતા અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર,ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) ની માર્ગદર્શિકા પ્રમાણે શાળા ને તમાકુ મુક્ત કરવી તેની માહિતી આપવામાં આવી અને રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ માર્ગદર્શિકા મુજબ ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્યાન કામગીરી કરવા જણાવેલ હતું.