GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલારમાં શાળા પ્રવેશોત્સવ

*બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો એટલે “શાળા પ્રવેશોત્સવ”*

*જામનગર જિલ્લામાં તા.૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાશે*

*આંગણવાડી, બાલવાટિકા, ધો.૧ અને ધો.૯ માં જિલ્લાના કુલ ૨૪,૩૭૭ બાળકો પ્રવેશ મેળવશે*

જામનગર (નયના દવે)

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન ૨૧મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫ની ઉજવણી કરાશે. ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા શાળાપ્રવેશોસત્વ કાર્યક્રમની ઉજવણી જામનગર જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન કરવામાં આવશે. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, બાલવાટિકાઓ, આંગણવાડીઓમાં રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાળકોના નામાંકનનો દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો છે.

જામનગર જિલ્લામાં ૫૩ રુટ ફાળવવામાં આવ્યા છે. જિલ્લાની અંદાજિત ૮૦૯ શાળાઓમાં શાળાપ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં કુલ ૨૪,૩૭૭ બાળકો આંગણવાડી, બાલવાટિકા, ધો.૧ અને ધો.૯માં પ્રવેશ મેળવશે. તેમજ ૫૦ જેટલા બાળકો પુનઃ પ્રવેશ મેળવશે. જિલ્લામાં આંગણવાડીમાં કુલ ૩૯૫૦ બાળકો જે પૈકી ૧૯૯૬ કુમાર અને ૧૯૫૪ કન્યાઓ, બાલ વાટિકામાં કુલ ૭૫૦૪ બાળકો પૈકી ૩૮૨૯ કુમાર અને ૩૬૭૫ કન્યાઓ, ધો.૧માં ૭૮૯૦ બાળકો પૈકી ૪૦૬૫ કુમાર અને ૩૮૨૫ કન્યાઓ તેમજ ધો.૯માં ૫૦૩૩ બાળકો જેમાં ૨૩૮૭ કુમાર અને ૨૬૪૬ કન્યાઓ પ્રવેશ મેળવશે.

જામનગર જિલ્લામાં તા.૨૬ જૂનના રોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકાની ઝીણાવરી પ્રાથમિક શાળામાં શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવવામાં આવશે.

  • *+++++*

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button