GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળામાં બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાની બાળાઓ માટે મંડળની બહેનો દ્વારા અલુણા વ્રત નિમિત્તે પાંચ દિવસ ગોરમા ની પૂજન અર્ચના બાળકોને ફૂડ પેકેટ અને વિવિધ સ્પર્ધા અને સરપ્રાઈઝ ગિફ્ટ નું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે પચાસથી વધુ દીકરીઓને ગોરમાની પૂજન કરાવી ગોરમાનું મહત્વ મંડળના મંત્રી દીપ્તિબેન પરીખે કરાવ્યો વિવિધ રમતો રમાડી ડ્રાયફુટ ચીકી અને ચોકલેટ આપવામાં આવી હતી જ્યારે બીજા દિવસે પણ દીકરીઓને પૂજા કરી પાણીની બોટલ અને ડ્રાયફૂટ નુ પેકેટ ,કેળા વેફર આપવામાં આવ્યા.ત્રીજા દિવસે પણ આ જ રીતે પૂજા ડ્રાયફ્રુટ પેકેટ અને ગિફ્ટ ચોથા દિવસે ડ્રાયફ્રુટ પેકેટ,મોતીની માળા બુટ્ટી નો સેટ પાંચમા દિવસે રૂપલબેન સુથાર મનોરથી તરફથી દીકરીઓને રસ પુરી અને ભાજીના ભજીયા જમાડવામાં આવ્યા સાથે મંડળની સહયોગી બહેનો ધ્વારા ડ્રાયફ્રુટ પેકેટ અને આશાબેન ગાંધી તરફથી શૈક્ષણિક કીટ દીકરીઓને આપવામાં આવી આમ પાંચ દિવસ પચાસથી વધુ દીકરીઓ શાળાના હોલમાં આનંદ કિલ્લોલ કરતી જોવાનો અલભ્ય લાભ‌ મળ્યો સાથે સાથે અનેક સ્પર્ધા અને વિવિધ રમતો બાળગીત સાથે ખૂબ જ આનંદ કર્યો અને મંડળની બહેનોને પણ આનંદ કરાવ્યો હતો આ ગૌરી વ્રત ની ઉજવણીમાં મંડળની દરેક બહેનોએ પણ ખુબ જ સરસ સહકાર આપ્યો મંડળના મંત્રી દીપ્તિબેને મંડળ ની જે બહેનોએ સહકાર આપ્યો તેમનો અને મનોરથીનો ખુબ હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને આવો સાથ અને સહકાર શાળાને મળતો રહે અને આ શાળાના બાળકોમાં ઉત્સાહ થી દરેક કાર્યક્રમ માં સહભાગી થાય બાળકોમાં ઉત્સાહ વધે અને તહેવારો નું મહત્વ સમજે એ આશ્રય સાથે સર્વનો શ્રી ભગીની સેવા મંડળની બહેનોએ હદય પુર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!