તા.૨૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ સબ જેલ ખાતે 24માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત કેદીઓ નું સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
“24- માર્ચ વિશ્વ્ ક્ષય દિવસ” અંતર્ગત અને રાજ્યમાં નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોગ્રમનું અમલીકરણ મુજબ, આજ રોજ તારીખ ૨૭-૩-૨૦૨૫ ગુરૂવાર ના રોજ ઝાલોદ શહેર ખાતે આવેલ સબ-જૈલ મુકામે, જિલ્લા ક્ષય અધિકારી ડો આર ડી પહાડીયા અને તાલુકા અધિકારી ડો તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાના લેપ્રેસી ના મેડીકલ ઓફિસર મેડમ ડો અલ્પના જૈન તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તાલુકા ના ટીબી સુપરવાઈઝર, એચ.આઈ.વી, લેપ્રેસી,મેલેરિયા સ્ટાફ દ્વારા તમામ કુલ ૩૦ કેદીઓની ટીબીનું સ્ક્રીનિંગ અને સાથે સાથે તમામના એકસ રે વાન દ્વારા એક્સ રે તપાસ,અને લોહીના નમૂનાથી સિફિલિસ, ડાયાબીટીસ, એચ આઈ વી તપાસ, Hbsag ની પણ તપાસ કરવામાં આવી અને સાથે તમામ રોગ વિશે માહિતી આરોગ્ય સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી