કાલોલ વિધાનસભાના મતદાર મથકો પર મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે બીજો તબક્કો શરૂ.
તારીખ ૨૩/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકશાહીના પર્વ સમાન વિવિધ ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તારીખ ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેમાં મતદારયાદીમાં નામ દાખલ કરવા, પ્રવર્તમાન મતદાર યાદીમાંથી નામ કમી કરવા,ફોટો-વિગતોમાં સુધારો કરવા,એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં અરજી કરવાના કામે આ ખાસ ઝુંબેશના અંતિમ બે દિવસો ૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ કાલોલ ૧૨૭ વિધાનસભા મત વિભાગોના મતદાન મથકો ઉપર બીજા તબક્કાના મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન મથકોની મુલાકાત લઈ જ્યાં બી.એલ.ઓ હાજર રહી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા તેવો દ્વારા હાથ ધરવામાં આવી હતી.