GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ભાદરોલી ખુદ ગામે બે વર્ષ પેહલા પ્રેમીની હત્યાના ગુનામાં પ્રેમિકા અને તેના પતિને સેસન્સ કોર્ટે આજીવનકેદ ની સજા ફટકારી

 

તારીખ ૩૧/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી ખુદ ગામે બે વર્ષ પેહલા પ્રેમીની હત્યાના ગુનામાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ મુજબ ૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો તારીખ:૨૭/૦૪/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે ગુનાની તપાસ તત્કાલિન પોલીસ સબ ઇસ્પેક્ટર આર.આર.ગોહિલ વેજલપુર પોલીસ સ્ટેશનનાઓ કરેલ તપાસ દરમિયાન જરૂરી પુરાવા એકત્રિત કરી ગણતરીની કલાકોમાં ગુનામાં સંડોવાયેલા બન્ને આરીઓને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને ત્યાર બાદ વધુ તપાસ તત્કાલીન પોલીસ સબ ઇસ્પેક્ટર એસ.એલ.કામોળ વેજલપુર પોલીસ સ્ટેશન (હાલ પોલીસ ઇસ્પેક્ટર પંચમહાલ જીલ્લો) નાઓએ સંભાળી જરૂરી તપાસ પૂર્ણ કરી તપાસના કાગળો સાથે દ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર કરી પંચમહાલ જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી રાકેશ ઠાકોર નાઓ દ્વારા તપાસના કાગળોની તપાસની કરી ચાર્જશીટ વેરિફિકેશન સર્ટિ ઇસ્યુ કરતા આરોપીઓ વિરુદ્ધમાં મહે.એડી.ચીફ.જયુ.ફ.ક.મેંજી.સા શ્રી કાલોલ કોટમાં ચાર્જશીટ કરવામાં આવેલ ત્યાર બાદ કેસ હાલોલ કોર્ટમાં કમિટ થતા સદર કેસ હાલોલ કોર્ટ (એસ.સી.ગાંધી) માં ચાલી જતા મદદનીશ સરકારી વકીલની ધારદાર દલીલો અને સચોટ પુરાવા રજૂ કરતા તા.૨૯/૦૫/૨૦૨૫ના રોજ બન્ને આરોપીઓ (૧)ગણપતભાઈ ઉર્ફે કાળું ભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (૨) કૈલાસબેન ગણપતભાઈ ઉર્ફે કાળું ભાઈ ચૌહાણ બન્ને રહે ભાદરોલી ખુદ ઘોડા ફળીયા તા.કાલોલ નાઓને હાલોલ કોર્ટે આજીવનકેદની સજાનો હુકમ તેમજ મરણજનારની પત્નીને રૂપિયા ૧,૦૦,૦૦૦ (એક લાખનું) વળતર ચૂકવવાનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો ત્યારે આ ઝડપી સજા અંગે વેજલપુર પોલીસની સચોટ અને નિષ્પક્ષ તપાસથી તથા ન્યાયપાલિકાના ઝડપી કાર્ય થી ભોગબનનાર ના પરિવારને ખુબજ ટૂંકા સમયમાં યોગ્ય ન્યાય મળેલ છે ત્યારે આ ઝડપી ખુબજ ટૂંકા સમયમાં યોગ્ય ન્યાય મેળવવામાં વેજલપુર પોલીસ દ્વારા તનતોડ મેહનત કરી હતી

Back to top button
error: Content is protected !!