GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ આશીયાના સોસાયટીના સાત વર્ષીય પઠાણ કબીરખાને રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી

 

તારીખ ૦૯/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ આશીયાના સોસાયટી ખાતે રહેતા સાત વર્ષીય પઠાણ કબીરખાને પોતાની જિંદગીનો રમજાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસના આરંભ થયો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ કાળજાળ ગરમીમાં રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. ત્યારે કાલોલ આશીયાના સોસાયટી ખાતે રહેતો સાત વર્ષીય પઠાણ કબીરખાન મોઇનખાન એ પોતાની જિંદગીનો રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના બાળકને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!