GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટડાસાંગાણી તાલુકામાં હનુમાન મંદિરના પટાંગણમાં ‘સિંદુરવન’ તૈયાર કરાશે

તા.૨૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

તાલુકામાં મીયાવાકી પદ્ધતિથી ૧૦ હજાર વૃક્ષો વાવીને વનકવચ તૈયાર કરાશે

Rajkot: હાલ ચોમાસાનો આરંભ થયો છે ત્યારે કોટડાસાંગાણી તાલુકામાં મીયાવાકી પદ્ધતિથી વનકવચ તૈયાર કરવા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે અહીં સિંદૂરવનનું પણ નિર્માણ કરાશે.

સામાજીક વનીકરણ રેન્જ દ્વારા હાલમાં વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વનકવચમાં ૬૦થી ૭૦ જાતના ૧૦ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે તથા હનુમાનજી મંદિરના પટાંગણમાં ૧૦૦ રોપાઓનું સિંદુરવન તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાના સંકલન સમિતિના અધિકારીઓ દ્વારા સિંદૂરના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!