GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ભાઠીયા વાસ, સમશાન પાસેથી પૂર્વ પાલીકા પ્રમુખ રેણુ સિંહ ઊર્ફે દીપારામ નો વિદેશી દારૂનો જથ્થો એસ.એમ.સી પોલીસે ઝડપી લીધો

વિજાપુર ભાઠીયા વાસ, સમશાન પાસેથી પૂર્વ પાલીકા પ્રમુખ રેણુ સિંહ ઊર્ફે દીપારામ નો વિદેશી દારૂનો જથ્થો એસ.એમ.સી પોલીસે ઝડપી લીધો
સ્થાનીક પોલીસ જોતી રહી ગઈ બહારની પોલીસ બાજી મારી ગઈ
પોલીસે ચાર જણા ને ઝડપી ફરાર પાંચ ની તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ભાઠિયા વાસ સમશાન પાસે ડમ્પીંગ સાઈડ બાજુ થી પૂર્વ પાલીકા પ્રમુખ રેણુ સિંહ ઠાકોરે (ચૌહાણ) વિદેશી દારૂનો મંગાવેલ જથ્થો તેનો વેચાણ કરતા પહેલા ગત રાત્રીએ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે આવી રેડ પડતાં સ્થળ ઉપર થી વિદેશી દારૂનો જથ્થો તેમજ ત્રણ વાહનો તેમજ ચાર યુવકો ને પોલીસે ઝડપી લીધા હતા. ફરાર થયેલ પાંચ સહિત નવ જણાં સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે છેલ્લા ઘણા સમય થી રેણુસિંહ ઊર્ફે દીપારામ વિદેશી દારૂ બહાર થી મંગાવી દારૂનો જથ્થો બારોબાર વેપાર કરી દેતો જેથી ઘણી વખત પોલીસ ની આંખમાં ઓછો આવતો અને ઘણી વખત રાજકીય રીતે માથે હાથ અને પોલીસનો સાથ મળી જતા છટકી જતો હતો. પરંતુ આ વખતે એસ. એમ. સી પોલીસે એક પણ છટક બારી રાખ્યા વગર કોઈને જાણ કર્યા વગર બાતમી ના આધારે સ્થળ ઉપર રેડ પાડી વિદેશી દારૂનો કટીંગ થાય તે પહેલાં જ ચાર યુવકો અને મુદ્દામાલ રૂ ૮ લાખ ૭૮ હજાર પાંચસો બત્રીસનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી સફળ રેડ કરી હતી. આ અંગે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ના પી એસ આઈ વી. આર. ચૌહાણ દારૂના ના કેસો ને લઈ વિજાપુર તાલુકા હદ વિસ્તાર આનંદ પુરા ચોકડી હાઇવે રોડ હોટલ નજીક પેટ્રોલીંગમા હતા. તે સમયે ખાનગીમા બાતમી મળી હતી કે ભાઠીયા વાસ નજીક પૂર્વ પ્રમુખ રેણુ સિંહ ઊર્ફે દીપારામ સહિત અન્ય ઈસમો ભેગા થઈને વિદેશી દારૂનો મોટા જથ્થા સાથે કટીંગ કરી વેપાર કરવા જઇ રહ્યો છે. મળેલી બાતમી ના આધારે એસએમસી પોલીસ ભાટિયા વાસ ડમ્પીંગ સાઈડ જોગણી માતાના મંદિર નજીક આવી ગાડી પાર્ક કરી વોચ ગોઠવી કટીંગ કરવા જતાં પહેલાં એસ એમ સી ટીમે સ્થળ ઉપરથી કલ્પેશ સિંહ મંગળ સિંહ ઠાકોર તેમજ અશ્વિન સિંહ દિનેશ સિંહ ચૌહાણ તેમજ શૈલેશસિંહ કાનસિંહ રાઠોડ તેમજ અનીલ બાબુભાઈ અસોડા સાથે ચાર જણાને ઝડપી લીધા હતા. ઝડપાયેલા પૈકી એક જણો સ્થળ ઉપરથી નાસવા જતા તેનો પગ ખાડા મા ભરાઈ જતા સારવાર માટે દવાખાને મોકલી આપ્યો હતો.પોલીસે વિદેશી દારૂ IMFL બોટલો 954 કિંમત રૂ. 2,21,532/-વાહનો 03 કિંમત રૂ. 6,30,000/-મોબાઈલ 05 કિંમત રૂ. 25,000/-રોકડ જપ્ત રૂ. 1,510/- રૂ. 1,510/- રૂ.8,78,042 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુના મા સ્થળ ઉપરથી ફરાર થયેલ દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી રેણુસિંહ દિનેશ સિંહ ચૌહાણ (ઠાકોર) તેમજ પાયલોટીંગ કરનાર રાકેશ સિંહ દિલીપ સિંહ પરમાર તેમજ ઇનોવા કાર નો ડ્રાયવર તેમજ દારૂ મોકલનાર તેમજ તપાસ દરમ્યાન મળી આવે તે સહિત નવ સામે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!