વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી ૧૨૫૦ની સહાય વર્તમાન મોંઘવારી સામે અપૂરતી, સામાન્ય વિસ્તારોમાં રૂ.૫,૦૦૦ અને આદિવાસી વિસ્તારોમાં રૂ. ૭,૦૦૦ માસિક સહાયની માંગ
રાજ્ય સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ વિધવા મહિલાઓને મળતી માસિક ₹૧૨૫૦ની સહાયમાં તાત્કાલિક વધારો કરવાની માંગ સાથે ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વર્તમાન અસહ્ય મોંઘવારીમાં આ સહાય રકમથી મહિલાઓનું સન્માનજનક જીવન નિર્વાહ શક્ય નથી.

ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને સંવેદનશીલ અભિગમ અપનાવી લાખો નિરાધાર મહિલાઓ અને તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં ઐતિહાસિક વધારો કરવાનો અનુરોધ કર્યો છે.