SOG પોલીસે કાલોલ જીઆઈડીસી માથી ગેરકાયદેસર રીતે સિકયુરિટી એજન્સી ચલાવનાર સામે કાર્યવાહી કરી
તારીખ ૨૨/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઇડીસીમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે જીઆઇડીસી માં એવરી સાઇન બિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પાસે એકીસમ સિક્યુરિટી કાર્ડ નો યુનિફોર્મ પહેરીને ગેટ પર હાજર છે જેની પૂછપરછ કરતા તે સ્ટાન્ડર્ડ સિક્યુરિટી સર્વિસ નો ગાર્ડ હોવાનું જણાવેલ જેને પોતાનું નામ વિજયભાઈ હીરાભાઈ વાઘેલા હોવાનું જણાવેલ અને એકાદ મહિનાથી નોકરી કરતો હોવાનું જણાવેલ તેને કોઈ તાલીમ લીધી છે કે કેમ તેવી પૂછપરછ કરતા તેને પોતે કોઈ તાલીમ લીધી નહીં હોવાનું જણાવેલ સ્ટાન્ડર્ડ સિક્યુરિટી સર્વિસના ઓફિસર ટુનટૂનસિંહ બુદ્ધિસિંહ રાજપુતે પોતાને નોકરી પર રાખ્યો હોવાનું જણાવેલ ટૂંક સમયમાં ટુનટૂનસિંહ રાજપુત સ્થળ ઉપર આવી પહોંચતા તેની પાસે સિક્યુરિટી એજન્સી નું લાયસન્સ બાબતે પૂછપરછ કરતા તેનું સિક્યુરિટી એજન્સી નું લાયસન્સ તા ૦૬/૦૧/૨૦૨૪ ના રોજ પૂર્ણ થઈ ગયેલ હોવાનું જણાવેલ જેથી લાયસન્સ વગર અનઅધિકૃત રીતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી રાખવા બદલ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટ 2005 ની કલમ ૨૦(૧) ના ભંગ બદલ ટુનટૂનસિંહ સામે એસઓજી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી.