હારીજમાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ યોજયો…
હારીજ ખાતે ધરતી પાર્ટી પ્લોટ માં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૪
હારીજમાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન સમારોહ યોજયો…
હારીજ ખાતે ધરતી પાર્ટી પ્લોટ માં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૪ પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિ, મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર ગોળ સુરતના મંત્રી દિનેશભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર વઢીયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ,શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિ,શ્રી સમી પરગણા પ્રજાપતિ સાજના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિ માં આજરોજ તા.૦૯/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે કાર્યક્રમ યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શ્રી ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ એ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી ખેસ શાલના દાતા ગોરધનભાઈ પ્રજાપતિ તથા ગોપાલભાઈ પ્રજાપતિના હસ્તે પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.ધોરણ ૧ થી ૧૨, કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક /જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૩૦૦ થી વધુ તેજસ્વી તારલાઓને અણદાભાઈ પ્રજાપતિ કાતરા, કનુભાઈ પ્રજાપતિ વાંસા, હરજીભાઈ પ્રજાપતિ નાણા, જગમાલભાઈ પ્રજાપતિ એકલવા ગં.સ્વ.વાલીબેન શિવરામભાઈ પ્રજાપતિ કાતરા, રાજુભાઈ પ્રજાપતિ, ભલાભાઈ પ્રજાપતિ સાંકરા,ભરતભાઈ પ્રજાપતિ થરા,ભેમાભાઈ પ્રજાપતિ રોડા,પિનાકીનભાઈ પ્રજાપતિ સાંકરા,વાલજીભાઈ પ્રજાપતિ એકલવા,નાનજીભાઈ પ્રજાપતિ વાંસા સહીત સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ.ભોજન પ્રસાદ પ્રજાપતિ જશીબેન કાંતિભાઈ હારીજ,મંડપ સાઉન્ડના દાતા વીરચંદભાઈ પ્રજાપતિ સાંકરા, જયારે આમંત્રણ પત્રિકા નો લાભ રમેશભાઈ એન.પ્રજાપતિએ લીધો હતો. શાંતિભાઈ પ્રજાપતિ પાટણ, લીલાભાઈ પ્રજાપતિ સુરત,બચુભાઈ પ્રજાપતિ વકીલ મહેસાણા સહીત અનેક આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.સ્ટેજ સંચાલન ભરતભાઈ પ્રજાપતિ એકલવા જયારે આભાર વિધિ પ્રજાપતિ સાંકળચંદભાઈ શિવાભાઈ કાતરાવાળાએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦