આગામી શિયાળુ ઋતુના અંદાજિત વાવેતરને ધ્યાનમાં રાખી અગાઉ જે રાસાયણિક ખાતરના સંગ્રહ, ઉપલબ્ધતા, વિતરણ બાબતના પૂરતા આયોજન માટે જિલ્લા કક્ષાએથી વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ હાલમાં વિભાગ હેઠળના જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં રાસાયણિક ખાતર અછત બાબત તેમજ તે સંલગ્ન રજૂઆતો છે તેવા જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદ જિલ્લાઓના ખેડુતો, ડીલરો આ અંગે વિગતો મેળવી શકે છે.રજૂઆતને ધ્યાને લઇ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. તા.૦૯-૧૧-૨૦૨૪થી શરુથયેલા આ કંટ્રોલ રુમના ફોન નંબર ૦૨૮૫-૨૬૩૦૪૯૮ પર સવારે ૦૮:૦૦ કલાક થી રાત્રે ૦૮:૦૦ કલાક સુધી સંપર્ક કરી વિગતો મેળવી શકાશે. તેની તમામ ડીલર અને ખેડુતોને નોંધ લેવા જૂનાગઢ જિલ્લા સંયુકત ખેતી નિયામક(વિ.) દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ