GUJARATJUNAGADHKESHOD

કેશોદના શેરગઢ ગામના સુબેદાર ભારતીય સેનામાં ૨૮વર્ષ સેવા આપી નિવૃત્ત થતાં કરાયું ભવ્ય સ્વાગત…

કેશોદના શેરગઢ ગામના સુબેદાર ભારતીય સેનામાં ૨૮વર્ષ સેવા આપી નિવૃત્ત થતાં કરાયું ભવ્ય સ્વાગત...

કેશોદના શેરગઢ ગામના વતની સુબેદાર બાબરીયા સમજુભાઈ હમીરભાઈ ભારતીય સેનામાં છેલ્લાં ૨૮ વર્ષ સુધી વિવિધ રાજયોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર દેશની મા ભોમની રક્ષા કરી નિવૃત્ત થતાં પરત માદરે વતન આવતાં કેશોદ રેલ્વે સ્ટેશન પર શેરગઢ ગામના લોકો દ્વારા ગૌરવભેર સ્વાગત કર્યુ હતું. કેશોદ રેલ્વે સ્ટેશન થી શેરગઢ ગામ સુધી ડીજે ના તાલે ખુલ્લી જીપમાં સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરીયા નું માદરે વતન ખાતે રાષ્ટ્રભક્તિ ભર્યા વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના શેરગઢ ગામના સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરીયા ભારતીય સેનામાં ૧૧ માર્ચ ૧૯૯૬ માં કોર ઓફ ઈલેક્ટ્રોનિક એન્ડ મીકેનિકલ ઈન્જિનિયર તરીકે ભરતી થયા ત્યાર બાદ ભારતના તમામ રાજ્યો માં અલગ અલગ સ્થળોએ સેવા બજાવી જેમાં જમ્મુ કાશ્મીરમાં બે વખત આસામ,પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અલગ અલગ સ્થળો એ સેવા બદલ સન્માનિત કરી મેડલ મેળવ્યાં છે, જેમા આઝાદીના ૫૦ અને ૭૫ વર્ષ ઓપરેશન પરાક્રમ, ઓપી રક્ષક, ઓપિ રેહનો, જમ્મુ કાશ્મીર ને લોંગ સર્વિસ સેવા મેડલ મેળવેલ છે. સન્ ૨૦૦૮ માં ઓટો મોબાઈલ એન્જિનિયરીંગ માં માસ્ટર ડિગ્રી મેળવી ત્યારબાદ ૨૦૧૫ માં મહામાહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા જુનિયર કમિશન ઓફિસર તરીકે નિયુક્ત થઇ અને ઓગસ્ટ ૨૦૨૦ માં સેના માં સુબેદાર તરીકે નિયુક્ત થઈ હતી. ભારતીય સેનામાં ૨૮ વર્ષ સેવા દરમ્યાન મેળવેલા સર્ટીફીકેટ જેવા કે સર્ટિફિકેટ ઓફ ગ્રેજ્યુએશન, સર્ટિફિકેટ ઓફ સેક્યુતરી ઓફિસર
સર્ટિફિકેટ ઓફ ફાયર ઓફિસર સર્ટિફિકટ ઓફ ડિપ્લોમા ઇન ઓટો મોબાઈલ એન્જિનિયરિંગ સર્ટિફિકેટ ઓફ પ્રધામંત્રી કૌશલ્ય યોજના સોલાર પીવી ઇન્સ્ટોલર મેળવેલ છે. કેશોદના શેરગઢ ગામના સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરીયા મા ભોમની રક્ષા કરી માદરે વતન શેરગઢ ની ભૂમિ પર પહોંચતા બાબરીયા પરિવાર અને મહિયા ક્ષત્રિય સમાજ ને ગૌરવ અપાવ્યો હતો ત્યારે ગામવાસીઓ ની છાતી ગદગદ ફુલી હતી અને ફુલહાર પહેરાવી લાગણીસભર વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકામાં વસતાં મહિયા ક્ષત્રિય સમાજ ના સંખ્યાબંધ યુવાનો ભારતીય સેનામાં જોડાયા છે મા ભોમની રક્ષા કાજે ઉત્કૃષ્ટ કામગીરી કરી મહિયા ક્ષત્રિય સમાજ ઉપરાંત કેશોદ તાલુકાને પણ ગૌરવ અપાવે છે. સુબેદાર સમજુભાઈ હમીરભાઈ બાબરીયા ૨૮ વર્ષ સુધી ભારતીય સેનામાં ફરજ બજાવી માદરે વતન શેરગઢ આવી પહોંચતા પરિવારજનો સગાં સંબંધીઓ સ્વાગત માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને રાષ્ટ્રપ્રેમ નું વાતાવરણ સર્જાયું હતું.

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!