GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં આગામી ઈદના તહેવારને ધ્યાનમાં લઈ સાફ સફાઈ માટે ગામના જાગ્રુત નાગરિક દ્વારા રજુઆત.

 

તારીખ ૦૧/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી ૭ જૂન ના રોજ મુસ્લિમોનો ઈદ નો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ માટે વેજલપુર ગ્રામ પંચાયત માં ગામના જાગ્રુત નાગરિક ફિરોઝ ભાઈ નાના દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી એ ગામના જાગૃત નાગરિક એવા ફિરોજભાઈ નાના ને સાથે રાખી ને વેજલપુર મુસ્લિમ વિસ્તારની અંદર આવેલ ભયંકર ગંદકી નું નીરક્ષણ કર્યું હતું વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી જીજ્ઞેશ ભાઈ ગોહિલ દ્વારા ઈદ પેહલા સાફ સફાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું બીજી તરફ આગામી સમયમાં ચોમાસાની ઋતુ હોવાથી વેજલપુર ગામ ની રૂપારેલ નદી ઉપર આવેલ નાળા ની પાઈપો ની સાફ સફાઈ ની રજુઆત કરવામાં આવી હતી જેથી વરસાદી પાણી નિકાલ થાય અને નદી નાળા ની પાઈપો માં ઝાડી ઝાંખરા તેમજ કચરા ના લીધે પાઈપો જામ થાય નહિ તેવી રજુઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને વેજલપુર ગ્રામ પંચાયત ના કર્મચારી ને સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા ગામની મુલાકાત લઈ આગળ સાત તારીખે ઈદ નો તહેવાર અને ચોમાસાની ઋતુ ધ્યાને લઈ ગામની ગંદકી અને નદી નાળા ને સાફ કરવા માટે પંચાયત ના તલાટી કમ મંત્રીશ્રી રૂબરૂ સ્થળ તપાસ કરી પાંચ તારીખ સુધી સાફ-સફાઈ કરી આપવાનું આશ્વાસન આપેલ છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત કેટલા વિસ્તાર માં કેટલી સાફ સફાઈ કરાવશે તે જોવાનું રહયું.

Back to top button
error: Content is protected !!