DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ૧૦ ગામો ના બાળકો ના સર્વાંગીય વિકાસ માટે સમર કેમ્પ નું આયોજન

ડેડીયાપાડા ૧૦ ગામો ના બાળકો ના સર્વાંગીય વિકાસ માટે સમર કેમ્પ નું આયોજન

તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/05/2025 – ડેડીયાપાડા તાલુકાના ૧૦ ગામો ના બાળકો ના સર્વાંગીય વિકાસ માટે રક્ષા ફાઉન્ડેશન ના સહયોગ થી પોચા ભાઈ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પ નું આયોજન બોગજ મુકામે કરવામાં આવ્યું
રક્ષા ફાઉન્ડેશન ના સહયોગ થી પોચા ભાઈ ફાઉન્ડેશન દ્વારા ડેડીયાપાડા તાલુકાના ૧૦ગામો માં બાળ સંસ્કાર કેન્દ્રો છેલ્લા ૪વર્ષ થી ચલાવવા માં આવે છે, આ બાળ સંસ્કાર કેન્દ્રો માં ૩૫૦ જેટલા સરકારી સ્કૂલ માં ભણતા બાળકો અભ્યાસ માટે આવે છે, તેમને સંસ્થા દ્વારા તાલીમ પામેલ શિક્ષકો ધ્વારા ટી એલ એમ ની મદદ થી વાંચન, ગણન અને લેખન કરાવવા માં આવે છે, જેના લીધે બાળકો માં નોંધપાત્ર સુધારો થયો છે, સાથે સહ અભ્યાસિક પ્રવૃતિ ઓ દ્વારા બાળકો માં શિક્ષણ પ્રતિ લગાવ વધ્યો છે, સમર કેમ્પ ધ્વારા જુદી જુદી પ્રવૃતિ જેમકે ચિત્રકામ, ઓરેગામી, માટીકામ, રમતો ગીતો અને વાર્તા ઓ ધ્વારા બાળકો માં પડેલ સુષુપ્ત શક્તિ ઓ વિકસે તથા શિક્ષણ પ્રતિ જાગૃત બને એ હેતુ થી સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!