SURATSURAT CITY / TALUKO

સુરત ખાતે શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યસંઘની કારોબારીમાં પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

સુરત તા. ૮
      ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ( સરકાર માન્ય) ની કારોબારી સભા દાદા ભગવાન મંદિર ,કામરેજ ( જિ .સુરત) ખાતે મળી હતી. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખ, મહામંત્રી , રાજ્ય સંઘના હોદ્દેદારો અને રાજ્ય પ્રતિનિધિઓ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.  સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટ પટેલે સૌને આવકાર્યા હતા. રાજ્યસંઘની આ કારોબારી સભામાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી સતીશ પટેલ દ્વારા એજન્ડા મુજબની કામગીરી હાથ ધરાઈ હતી. ખજાનચી રણજીતસિંહ પરમારે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા.
બેઠકમાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા   પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે અગાઉ કરવામાં આવેલ આંદોલન અને નિવારણ થયેલ પ્રશ્નો અને બાકી પડતર પ્રશ્નો અંગે ચિતાર અપાયો હતો. તેમણે શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં જ પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે 31 જુલાઈના સેટ અપ બાદ ત્વરિત  નવી ભરતી પહેલા ઓગસ્ટ માસમાં શિક્ષકોના તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા, સમાધાન મુજબ 2005 પહેલા માટે જૂની પેંશન યોજનાનો ઠરાવ કરવા , 2005 પછીની ભરતી માટે પણ જૂની પેંશન યોજના લાગુ કરવા,
HTAT ના નિયમો તાત્કાલિક બહાર પાડવા , P.F.M.S.ગ્રાન્ટ 100% આપવા,વિદ્યાસહાયક માટે બદલી નિયમોમાં ફેરફાર કરવા,
બદલી પામેલ શિક્ષકોને તાત્કાલિક છૂટા કરવા, આચાર્ય એલાઉન્સમાં વધારો કરવા,નોન  S. O.E. શાળાઓમાં પણ જ્ઞાનસહાયક મૂકવા , કેશલેશ મેડિકલ શરૂ કરવા,50% મોંઘવારી થતા કેન્દ્રના ધોરણે ઘરભાડું ચૂકવવા, સી.પી. એફ ખાતા ખોલવામાં વિલંબ ટાળવા, કન્ટિજન્સી દરોમાં વધારો કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. શિક્ષણમંત્રીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં શિક્ષકોને હક્ક અને ફરજ એક જ સિક્કાની બે બાજુ ગણાવી પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને આગામી સમયમાં પ્રશ્નોના નિવેડા બાબતે ઘટતું કરવા ખાતરી ઉચ્ચારવાની સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષણને વધુ ઊંચાઈએ લઈ જવા સાથે ગુણવતા લક્ષી શિક્ષણ માટે સૌને સહિયારા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્યસંઘની ચાલુ ટર્મની મુદ્દત પૂરી થતી હોઇ આગામી ૧૫ ઓગસ્ટ સુધી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા જાહેરાત કરી હતી.આ માટે ચુંટણી અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્ય સંઘના નિવૃત્ત થયેલ હોદ્દેદારોનું શિક્ષણમંત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ અને સન્માનપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું.
     સુરત ખાતેની આ કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, રામુભા જાડેજા, હર્ષદ પંચાલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સતુભા સોઢા, નરેન્દ્રસિંહ વાઘેલા, પ્રવિણ ભદ્રા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી અને જિલ્લાના શિક્ષકોને સ્પર્શતા બાકી પ્રશ્નો જેવા કે બી.એલ. ઓ. ના મહેનતાણામાં વધારો કરવા, C.E.T. ના કારણે ગુણોત્સવ ગ્રેડમાં સુધારો કરવા, શાળાઓમાં કોમ્પ્યુટર માટે  ઓપરેટર આપવા, સળંગ સર્વિસના કારણે વિદ્યાસહાયક તબક્કાની મેડિકલ રજાઓ જમા કરવા, અન્ય માધ્યમની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી કરવા, પગાર અને એરિયર્સ ગ્રાન્ટ સમયસર ફાળવવા, બી.અર.સી. / સી.આર.સી. ના પી.ટી. એ. માં વધારો કરવા, ઉચ્ચતર માટેનો વિકલ્પ આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં  ગોકુળ પટેલ , પ્રભાતસિંહ ખાંટ, બચુભાઈ વસાવા, વિક્રમસિંહ ગરાસિયા, મહેન્દ્ર વિંછીયા સહિતના સિનિયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાનીએ જ્યારે આભારવિધિ વિજય પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સુરત જિલ્લા સંઘ અને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button