SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

ફોટોશૂટ કરવાના બહાને કાપડના વેપારીએ મહિલા પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી

સુરતના ઘોડ દોડ રોડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મહિલા અને વેપારી વર્ષ 2017માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં માર્કેટના ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ અલઠાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો.

સુરતના અલઠાણ પોલીસ ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર મહિલાએ અલઠાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017માં તે સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેષ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી. બાદમાં ફોટોશૂટ દરમ્યાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ  હતી.

ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટેલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી.

આ ઉપરાંત તે મહિલાના ઘરે જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી સબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલઠાણ પોલીસ દ્વારા વેપારી મિતેષ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!