Surat : ક્ષમા એજ સર્વોચ્ચ શસ્ત્ર, આંધ્ર પ્રદેશ માં ત્રીસ હજાર લોકો સમક્ષ સમજાવતી સુરતની બાલીકાઓ

0
552
વાત્સલ્યમ્ સમાચાર

14 નવેમ્બર 2023 ના રોજ આંધ્ર પ્રદેશ ના ત્રીસ હજાર લોકો પ્રેરણાત્મક કૃતિ અષ્ટાવક્રથી સુરતની બાળાઓ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર વચ્ચેની ભેદરેખા સમજ્યા.

શ્રી સત્ય સાંઇ સેવા સમિતિ, સુરત દ્રારા માત્ર શાળા તેમજ નિઃશુલ્ક હેલ્થ સેન્ટર જ નહીં પણ બાળવિકાસ કેન્દ્રો પણ ચલાવવા માં આવે છે. આ ૫ થી ૧૪ વર્ષ ના બાળકો માટે ચાલતા આ કેન્દ્રોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા ઉપરાંત સેવા અને સર્વધર્મ સમભાવ આધારીત વિશેષ અભ્યાસક્રમ ને અનુસરવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી તેમની ગર્ભિત શકિતને રચનાત્મક રૂપ આપવામાં આપી તેમનો આત્મ વિશ્વાસ વધારવા યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધ્યાન, વેદ અભ્યાસ, માર્શલ આર્ટ, ચિત્ર કલા, વકતૃત્વ કલા, નિબંધ લેખન વગેરે આધારીત કવિઝ, મોટિવેશ વિડિયો પ્રેઝન્ટેશન ઉપરાંત પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવે છે.

દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષ ઉજવણી નિમિત્તે બાલવિકાસના બાળકો પુટ્ટપર્તિ સત્ય સાંઈ આશ્રમમાં નૈતિક મૂલ્યો આધારીત કૃતિ રજુ કરે છે. આ વર્ષે પણ 14 નવેમ્બર 2023 ના રોજ કતારગામ બાળવિકાસના બાળકોએ ભારતના પ્રતિષ્ઠિત વૈદિક ઋષિ અષ્ટાવક્રના જીવન પ્રસંગના એક અંશને નાટ્ય રૂપે રજુ કરી સૌ ભાવિકોના હ્દયમાં દંડ નહીં ક્ષમા સર્વોત્તમ છે, તથા શાસ્ત્રો ને શસ્ત્ર ન બનાવો આ ઉપદેશ હૈયામાં અંકિત કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

IMG 20231119 WA0009 IMG 20231119 WA0011 IMG 20231119 WA0007 IMG 20231119 WA0010 IMG 20231119 WA0002

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews