GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલની મદદથી અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.

તા.01/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ આ પોર્ટલનો સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજા સાહેબ સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઈ એ. જે. સોલકી નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સારૂ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.હે.કો. બિદુંબા પી ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ તથા પો.કો. પરેશભાઈ કરશનભાઈ, સીરાજખાન મદીનખાન સહિત સમગ્ર ટીમ દ્વારા ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડ્યુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી કરાવતા અરજદાર ઈરફાનભાઈ જુમાભાઈ બરંજ રહે, સુરેન્દ્રનગર, ક્રિષ્નાનંદ રહે, વડોદરા, આમીન અહમદ સોલંકી રહે, સુરેન્દ્રનગર, રાજેન્દ્રભાઈ નગીનદાસ શાહ રહે, સુરેન્દ્રનગર, મયુદીનભાઈ મહમદભાઈ મુલતાની રહે, સુરેન્દ્રનગર, મહંમદભાઇ અજીમયુનુશ કોરડીયા રહે, સુરેન્દ્રનગર વાળાઓના મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૦૫ જેની આશરે કિ.રૂ.૬૩,૯૨૮ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!