GUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર SOG પોલીસે અભેપર માર્ગ પરથી હત્યા ખંડણીના ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો

તા.22/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મર્ડર તથા ખંડણી જેવા ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ઇસમને ઝડપી ઈસમને વધુ તપાસ અર્થે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપી આપવા આવ્યો હતો આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબનાએ સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત, મિલકત સબંધિત ગુનાઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવુતી શોધી કાઢવા માટેની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એસઓજી સ્ટાફનાં પીઆઈ બી. એચ શીંગરખીયા, પીએસઆઇ એન. એ. રાયમા, એન. એચ. ચુડાસમા, એએસઆઈ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલ, અનિરુધ્ધસિંહ ખેર, અમરકુમાર ગઢવી સહિત સમગ્ર ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન થાનગઢ પોલીસ સ્ટેશન તથા વિંછીયા પોલીસ સ્ટેશન તથા રાજકોટ પોલીસ સ્ટેશન મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી કનુભાઈ ધીરૂભાઈ કરપડા રહે થાનગઢ મફતીયાપરા થાનગઢ વાળો અભેપર જવાના કાચા માર્ગેથી થાનગઢ તરફ આવતો હોવાની સાથેના પો.કો. મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડનાઓને ચોક્કસ બાતમી મળેલ હતી આથી બાતમી આધારે તપાસ કરતા કનુભાઈ ધીરૂભાઈ કરપડા હાજર મળી આવ્યો હતો આથી કનુભાઈ પોતે ગુનાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત કરતા ઈસમને વધુ તપાસ અર્થે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ હતો.

Back to top button
error: Content is protected !!