CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર SOG પોલીસે ચોટીલાના જાની વડલા ગામથી લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો

ગાંજાના છોડ નંગ 30 જેનો કુલ વજન 36,300 ગ્રામ જેની કિ.રૂ.3,63,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.13/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગાંજાના છોડ નંગ 30 જેનો કુલ વજન 36,300 ગ્રામ જેની કિ.રૂ.3,63,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થની ખાનગીમાં ખેતી પણ થાય છે જિલ્લા એસઓજીની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજાનો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં ભૌગોલિક રીતે કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજાની ખેતી અન્ય ખેતી પાકની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજાની ખેતી ઝડપાયેલ છે જેથી જિલ્લાની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલ એસઓજીના પીઆઇ બી. એચ. સિંગરખીયાને ખાનગી રાહે બાતમી મળેલ જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષોથી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇએ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે હકિકતનાં આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા 30 જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકોની જહેમત બાદ આશરે 36 કિલો 300 ગ્રામ લીલા ગાંજાનાં રૂ. 3,63,000 નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડનું બિયારણ અજાણ્યા સાધુ મારાજ પાસેથી લીધુ હોવાની વિગત જાણવા મળે છે ચોટીલા પોલીસમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીનાં પીઆઇ એન. એસ. પરમારને સોંપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!