DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રાના જસાપરની સીમમાં થયેલ એરડા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

તા.29/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દૂધાત આઇપીએસએ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સંબંધિત ગુનહાઓ બનતા અટકે તેમજ વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ તેમજ તેમજ નાસતા ફરતા, પેરોલ જમ્પ થયેલા આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા તેમજ પ્રોહી/જુગારના વધુમાં વધુ કેશો શોધી કાઢી, પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એલ. સી. બી. પીઆઇ વી. વી ત્રિવેદીને અગાઉ સુચના આપેલ હોય, તેમજ સુરેન્દ્રનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી. દોશીએ પોલીસમાં નિરીક્ષક રાજકોટ રેન્જની ડ્રાઇવ દરમ્યાન નાસતા ફરતા, પેરોલ જમ્પ થયેલા આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા તેમજ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સરૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા એલ. સી. બી. પીઆઇ વી. વી. ત્રિવેદી નાઓને સુચના આપેલ હોય જે અન્વષે વી. વી. ત્રિવેદી એલ. સી. બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ. સી. બી.ટીમ ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે ગુ2ન 0037/2023 ઇ. પી. કો. કલમ 379 મુજબના કામે એરડા ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી અબ્દુલખાન દિલાવરખાન જતમલેક ઉવ. 44 રહે માલવણ તા પાટડી વાળાને ધ્રુમઠ ચોકડી પાસેથી પકડી પાડી આરોપીની પુછપરછ કરતા ગઇ તા. 27/02/23 ના રોજ રાત્રીના સમયે જશાપર ગામની સીમમાં એરડાની ચોરી કરેલ હોવાની અને આ ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે. ખાતે સોપી આપેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!