સુરેન્દ્રનગરની તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ,મામલતદાર ક્લાર્ક અને આઉટસોર્સિંગ માં ફરજ બજાવતા કર્મચારીઓને દંડ અને મેમાં ફટકારવામાં આવ્યા.

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને સુરેન્દ્રનગર શહેરની સરકારી કચેરીઓમાં હેલ્મેટ અને પોતાનું બાઈક અને પોતાનું ફોરવીલ લઈને આવતા અધિકારીઓ નિયમોનો ઉલ્લંબ બંધ કરતા હોવાનું સામે આવ્યું છે અને સુરેન્દ્રનગર શહેરમાં ખુદ અધિકારીઓ પણ કાયદાનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે ટ્રાફિક પીએસઆઇ અને ટ્રાફિક કર્મચારીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરની સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને પણ હેલ્મેટ અને બાઇક ચલાવતા સમયે તેમના ડોક્યુમેન્ટ તપાસી અને તેની પાસે અધુરી વિગતો હોય તેને નમા આપી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી તંત્રમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો છે કલેક્ટર કચેરી બહાર મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં પપ્પા સાત ધરવામાં આવી છે જેમાં સીટબેલ હેલ્મેટ અને કાયદાકીય રીતે સાથે રાખવામાં આવતા વાહનોના કાગળો જેની પાસે અધુરા હોય તેમની સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલમાં સરકારી અધિકારીઓને પણ મેમા આપી અને પોલીસે પોતાની ફરજ બજાવી હોવાનું જોવા જાણવા મળી રહ્યું છે ત્યારે સામાન્ય નાગરિકો પણ ઊભા રહી અને પોતે પણ કાયદાનો ભંગ કરતા હોય તેવા વ્યક્તિઓ પસાર થતા હતા ત્યારે તેમને પણ રોકી અને તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમને પણ કાયદાકીય રીતે મેમા આપી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી તંત્રમાં આ કામગીરીને લઈ અને ભારે કચવાટ જોવા મળ્યો હતો.




