ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનની નજીક PGVCLના ટ્રાન્સફોર્મરની પેટીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
તા.11/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા શહેરમાં સીટી પોલીસ સ્ટેશનની બહાર આવેલા PGVCL ના ટ્રાન્સફોર્મરની પેટીમાં બાવળની જાળીઓના કારણે શોર્ટ સર્કિટ થતા ધડાકા ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મરના ફયુઝ ખુલ્લા છે અને બાવળની ઝાડીઓ પણ ઉગી નીકળી છે જેમાં પીજીવીસીએલની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાનો ઉઠી રહા છે લોકો દ્વારા આ અંગે પી.જી.વી.સી.એલ.મા અનેક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી ત્યારે સીટી પોલીસ સ્ટેશન પાસે ધડાકાભેર ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ફાટી નીકળતા સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને આજુબાજુના રહીશો દ્વારા ટ્રાન્સફોર્મર ની પેટી ઉપર ધૂળ નાખી આંગ ઓલોવાના પ્રયત્નો કર્યા હતા વિસ્તારના રહીશો એકઠાં થયા હતા અને પી.જી.વી.સીએલ.માં જાણ કરી હતી જો કે આ બનાવમાં સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી પરંતુ પી.જી.વી.સી.એલ. દ્વારા ધાંગધ્રા શહેરમાં ટ્રાન્સફોર્મરની બહાર બાવળની ઝાડીઓ સાફ કરવામાં આવી નથી જેમાં પીજીવીસીલની પ્રીમોસમ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા આ અંગે કોઈ યોગ્ય રીતે બાવળની જાળીઓની સફાઈ કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.