ચોટીલા પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા વિભાગ અને પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી
પાવર ટ્રિપિંગની સમસ્યા નિવારી ગ્રામજનોને નિયમિત પાણી આપવા PGVCL-પાણી પુરવઠા વિભાગને આદેશ

તા.02/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પાવર ટ્રિપિંગની સમસ્યા નિવારી ગ્રામજનોને નિયમિત પાણી આપવા PGVCL-પાણી પુરવઠા વિભાગને આદેશ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ પાણી પુરવડા હેડ વર્કસ ૫ર અવાર નવાર પાવર ટ્રિપીંગને કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં મુશ્કેલીઓ ૫ડતી હોવાથી પાણી પુરવઠા વિભાગ અને પીજીવીસીએલ વિભાગના અઘિકારીઓ એક બીજાના સંકલનમાં રહી કામગીરી કરે તે અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ પાણી પુરવઠા સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગ તથા પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી બેઠક દરમ્યાન પાણી પુરવઠા હેડ વર્ક્સ પર વારંવાર પાવર ટ્રિપિંગ થવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં ઊભા થતા વિઘ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ સમસ્યાના કારણે ચોટીલા, થાન, સાયલા, મુળી તાલુકાના ગામોમાં પાણી પુરવઠા પર પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું નોંધાયું હતું ઘોળીઘજા ડેમ હેડ વર્કસ, ફુલગ્રામ હેડ વર્કસ, ઢેઢુકી હેડ વર્કસ, ચાણપા હેડ વર્કસ, ચોબારી હેડ વર્કસ, ઝીંઝુડા હેડ વર્કસ, થાનગઢ હેડ વર્કસ મારફત આવતા પાણી અંગે ચર્ચા કરી તેમજ આ સુરેન્દ્રનગર ઈન્ટેગ્રેટેડ ફેઇઝ -૨ નિવારણ પાણી પુરવઠા યોજનાના અંતર્ગત આવતાં ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત રહે તે માટે પીજીવીસીએલ દ્વારા સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અધિકારીઓને સૂચના આપવામાં આવી કે હેડ વર્ક્સ ખાતે થતી ટેકનિકલ ખામીઓને પ્રાથમિકતા આધારે દુર કરી સતત પાણી પુરવઠો જાળવવામાં આવે વધુમાં, પાવર સપ્લાયમાં વિક્ષેપ ન થાય તે માટે આવશ્યક મરામત અને નિભાવણી કામગીરી સમયસર હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા આ તકે નાયબ કલેકટરે સ્પષ્ટ જણાવ્યું કે ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે બંને વિભાગોએ સંકલન સાથે કાર્ય કરવું અનિવાર્ય છે બેઠકના અંતે પીજીવીસીએલ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી કે જરૂરી પગલાં લઈને હેડ વર્ક્સ પર સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારી શકાય અને પ્રજાને પડતી તકલીફોમાં રાહત મળી શકે.


