CHUDASURENDRANAGAR

જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૯૧ મી.મી. વરસાદ નોંધાયો.

તા.01/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોસમના કુલ વરસાદમાં ચુડા તાલુકો-૨૬૧ મી.મી. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે મેઘમહેર થઈ હતી જિલ્લામાં આજે કુલ ૧૮૫ મી.મી. વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે અત્યાર સુધીમાં (સાંજના ૪ કલાક સુધી) વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ધ્રાંગધ્રા અને મુળી તાલુકામાં આજે વરસાદ પડ્યો નથી જયારે દસાડા તાલુકામાં ૧ મી.મી., લખતર તાલુકામાં ૬ મી.મી., વઢવાણ તાલુકામાં ૩ મી.મી., ચોટીલા તાલુકામાં ૨ મી.મી., સાયલા તાલુકામાં ૧૩ મી.મી., ચુડા તાલુકામાં ૯૧ મી.મી., લિંબડી તાલુકામાં ૬૩ મી.મી. અને થાનગઢ તાલુકામાં ૬ મી.મી. વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ધ્રાંગધ્રા તાલુકામાં ૧૧૩ મી.મી., દસાડા તાલુકામાં ૧૪૨ મી.મી., લખતર તાલુકામાં ૧૪૫ મી.મી.વઢવાણ તાલુકામાં ૧૬૨ મી.મી., મુળી તાલુકામાં ૧૨૫ મી.મી.ચોટીલા તાલુકામાં ૨૪૮ મી.મી. સાયલા તાલુકામાં ૨૦૨ મી.મી., ચુડા તાલુકામાં ૨૬૧ મી.મી.લિંબડી તાલુકામાં ૨૨૦ મી.મી. અને થાનગઢ તાલુકામાં ૧૨૭ મી.મી.વરસાદ નોંધાયો છે જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૭૪૫ મી.મી.વરસાદ નોંધાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!