ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

તા.07/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનગઢ તાલુકાના સ્થાનિક પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ તેમજ પુરવઠા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ નાથાભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના ભાગ-૨ અંતર્ગત બંને તાલુકાના પ્રજાકીય પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં મુખ્યત્વે રાણીપાટ ચેક ડેમ ડેમમાં વહેલી તકે ગેટ મૂકવા બાબતે ચર્ચા, તળાવોનું સમારકામ ચોબારી અને પીયાવા સહિતના ગામોના તળાવોના રિપેરિંગ કામનો મુદ્દો, પીવાનું પાણી કંથારીયા ગામમાં લોકોને પડતી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો, હાઈવે પર લૂંટ નેશનલ હાઇવે ૪૭ ઉ૫ર આવેલી હોટલોમાં એમ.આર.પી. કરતા વઘુ ભાવ વસૂલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ અંગે કડક પગલાં લેવા ચર્ચા, શાળાની સુરક્ષા ઢોકળવા ગામે પ્રાથમિક શાળાના જૂના બિલ્ડિંગનો અસામાજિક તત્વો દ્વારા થતો દુરુપયોગ અટકાવવો, નિયમિત પાણી વિતરણ નગરપાલિકા વિસ્તારના રહીશોને નિયમિતપણે પૂરતું પાણી મળી રહે તે માટે આયોજન સહિતના મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા આ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ‘જનકલ્યાણ શિબિર’ અંગે વિસ્તૃત ચર્ચા કરીને ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારી સેવાઓ માટે અરજીઓનો નિકાલ ‘સુગમ ડિજિટલ પોર્ટલ’ મારફત જ કરવામાં આવે અને આ પોર્ટલનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય જેથી સામાન્ય નાગરિકો ઘરબેઠા લાભ લઈ શકે બાકી રહેલા તમામ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવા તેમણે હાજર અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા આ બેઠકમાં ચોટીલા અને થાનગઢના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પીઆઇ, તેમજ પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, નર્મદા વિભાગ, વન વિભાગ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.



