DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા ડીવાયએસપી જે. ડી. પુરોહિત દ્વારા દતક લેવામાં આવતા વિસ્તારની મુલાકાત કરી.

તા.11/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ મોચીવાડ વિસ્તાર ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિત ધ્રાંગધ્રા ડીવીઝન, દ્વારા મોચીવાડ મચ્છી બજાર વિસ્તારને દત્તક લેવામા આવેલ જે વિસ્તારમા આવેલ આગેવાનોની મીટીંગ રાખવામા આવેલ હતી જે મીટીંગમા આજુબાજુના વિસ્તારના આશરે 30 થી 40 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેલ હતા મીટીંગનુ આયોજન સાંજે 6, વાગ્યે યોજવામાં આવ્યું હતું સાથે વિસ્તારમાં પડતી તકલીફો વિશેની રજુઆતો સાંભળવામા આવી હતી અને તેનું ચોક્કસ નિવારણ લાવવા માટેના પ્રયાસો કરવાની ખાત્રી આપવામા આવી હતી ત્યારબાદ 6/30 વાગ્યા થી રાતના 8 વાગ્યા સુધી મોચીવાડ મચ્છી બજાર વિસ્તારમા ફૂલ પેટ્રોલીંગ કરવામા આવેલ હતું અને ફૂલ પેટ્રોલીંગ દરમ્યાન ત્યાના લોકોને મળીને રૂબરૂમા તેમના પ્રશ્નો સાંભળી તેમને પડતી સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે ખાત્રી આપવામા આવેલ હતી આ કાર્યક્રમમા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિત તથા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી, આઈ, જે. એસ. ઝાંબરે અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પી, આઈ, યુ. એલ. વાઘેલા તથા પી, એસ, આઈ, એમ. એ. સૈયદનાઓ તેમજ ધ્રાંગધ્રા સીટી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ઉપસ્થિત રહેલ હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!