SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું વિતરણ અને પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

સુરેન્દ્રનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 23મા હપ્તા હેઠળ રૂ.31.34 કરોડ સહાય

તા.21/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 23મા હપ્તા હેઠળ રૂ.31.34 કરોડ સહાય, આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા તથા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને ‘પીએમ કિસાન સન્માન નિધિ’નો ૨૩મો હપ્તો રિલીઝ કર્યો હતો આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન ‘પીએમ કિસાન સન્માન નિધિ’નો ૨૩મો હપ્તો રિલીઝ કરી રહ્યા છે આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં સહાયરૂપ થવા માટે દર વર્ષે કુલ રૂ. ૬,૦૦૦ સીધા ખાતામાં જમા કરવામાં આવે છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાના ૧,૫૬,૭૦૬ ખેડૂતોના ખાતામાં કુલ ૩૧ કરોડ ૩૪ લાખ રૂપિયા જમા થશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને ધ્યાનમાં રાખીને અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે એક સમય હતો જ્યારે સુરેન્દ્રનગર આવળ, બાવળ અને બોરડીનો પ્રદેશ તરીકે ઓળખાતો હતો પરંતુ આજે તે નંદનવન બની રહ્યો છે ૪૦૦ કિલોમીટર દૂરથી આવતી માં નર્મદાનું પાણી ઢાંકી ખાતેના એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન દ્વારા ૨૩૫ ફૂટ લિફ્ટ કરીને ધોળીધજા ડેમમાં પહોંચાડવામાં આવે છે સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં પાણી પહોંચાડવાનું કેન્દ્ર આપણો ધોળીધજા ડેમ છે ખેતીવાડી સાધનો પર સબસિડી વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને ૩,૧૫૩ ટ્રેક્ટરો માટે રૂ. ૩૧.૫૩ કરોડની સબસિડી આપવામાં આવી છે કુલ ૬,૧૧૪ ખેડૂતોને વિવિધ ખેતી યંત્રો માટે રૂ. ૧૭.૮૪ કરોડની સહાય સીધી DBT દ્વારા ખાતામાં જમા કરવામાં આવી છે આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ એટલો વધી ગયો છે કે તેના કારણે આપણા આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થયો છે આજે પરિસ્થિતિ એવી છે કે દરેક ગામમાં કેન્સર, બીપી અને ડાયાબિટીસના દર્દીઓ જોવા મળે છે જે આજથી ૨૫-૫૦ વર્ષ પહેલા ક્યાંય જોવા મળતા નહોતા. કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોથી બચવા માટે હવે ખેડૂતોએ જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે વધુમાં તેમણે તમામ ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળીએ તો આપણી બધી જ કમાણી હોસ્પિટલો અને દવાખાનામાં જતી રહેશે આથી તમામ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જોઈએ આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડીયા, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, અગ્રણી ભરતભાઈ પંડ્યા, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!