વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.

તા.21/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જીવદયા સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પક્ષીઓ માટે ૫૦૦ પાણીના કુંડા, ૨૦૦ પક્ષી ઘર, ચણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ તેમજ છાસનું વિતરણ અને તાજેતરમાં લખતર પ્રાથમિક સ્કુલમાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું વેકેશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે હેતુથી દેરાસરમાં પક્ષાલ પુજાના આયોજન માટે વર્ષોથી સિલ્વર ગ્રુપ નિરંતર મહેનત કરે છે સુરેન્દ્રનગર જીલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારો નું સિંચન થાય તે માટે જીનાલયોમાં પક્ષાલપૂજા તેમજ ઉપાશ્રય માં શિબિર નું આયોજન કરાયું છે વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યથિત કરે છે જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પક્ષાલ પુજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વેકેશનના સમયમાં બાળકો માં ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજાનું ૬ જિનાલયોમાં આયોજુન કરવામાં આવેલ છે જેમાંથી આજ રોજ શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજના પક્ષાલ પૂજામાં સારી એવી સંખ્યામાં બાળકો જોડાયા હતા પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવે છે આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે જીનાલયમાં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓનાં સહયોગથી ગિફ્ટ આપવામાં આવી અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આજ સુંદર કાર્યનો લાભ લીધેલ હતો જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં સેક્રેટરી પંકીલ ધોળકિયા એ જણાવ્યું કે તારીખ: ૨૧-૦૪-૨૦૨૬ ને મંગળવાર ના રોજ શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ માં પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તારીખ ૩૧-૦૫-૨૦૨૬ સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનને સફર બનાવવા સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.




